તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ કાર્ય શરૂ:નગર પ્રાથમિક શાળાના 1100 છાત્રોના 60 ટકા વાલીઓ સંમત, 40 હજાર છાત્રોના આજથી વર્ગો શરૂ

ભરૂચ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે વાલીઓના સંમતિપત્રો એકત્ર કરવાની વ્યવસ્થા જ નથી
 • 11 મહિના બાદ આજથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8નું વર્ગમાં શિક્ષણ કાર્ય શરૂ થશે
 • ઓનલાઇન સ્ટડી પણ યથાવત રહેશે

શિક્ષણ વિભાગે આજથી ધોરણ 6થી8ના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ શરૂ કરી છે. અગાઉ ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ સ્ટડી ચાલુ કરવા નિર્ણય કર્યો હતો. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો તદ્દન ઓછા નોંધાયા છે અને સંક્રમણ રેટ પણ ઓછો થઇ રહ્યો છે. જેથી મોટાભાગના વાલીઓ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે સંમત થયા છે. ભરૂચ નગરપાલિકાના 1100 વિદ્યાર્થીઓ પૈકી 60 ટકા વાલીઓએ બાળકોને શાળાએ મોકવા માટે સંમતિપત્ર આપ્યા છે. ભરૂચ જિલ્લાભરમાં ધોરણ 6થી8ના 40થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

જોકે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકાર અને નાયબ જિપ્રાશીને વાલીઓના સંમતિપત્ર વિશે પુછતા તેઓએ મૌન ધારણ કર્યુ હતુ. સ્થાનિક સ્વરાજની ચુંટણીના કામગીરીનું બહાનુ કરીને લોકોથી માહિતી છુપાવવાનો કારસો રચાઇ રહ્યો છે. વારંવાર ટેલિફોનીક સંપર્ક કર્યો છતાં આખો દિવસ મિટીંગ ચાલતી હોય તેમ ઉત્તર આપવાનું ટાળીને માહિતી છુપાવવાનો લૂલો પ્રયત્ન કર્યો હતો.

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો શાળામાં સમય ધીમે - ધીમે વધારવો જોઇએ
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વધારે ચંચળ સ્વભાવના હોય છે ઉપરાંત આ બાળકો ઘણા સમય પછી શાળાઓમાં સતત બેસી શકે તેમ નથી. તેથી પ્રા.શાળાના વિદ્યાર્થીઓનો શાળામાં સમય ધીમે-ધીમે વધારીશુ. ઉપરાંત વાલીઓના ટોળા બહાર ન ઉમટી પડે તેની ખાસ કાળજી રાખવી જોઇએ. હવે ધો.9થી 12ના વિદ્યાર્થીઓની હાજરી 99 ટકા થઇ ગઇ છે. - ડો. મહેશ ઠાકર, શિક્ષણવિદ

વેક્સિન બાદ બાળકને શાળાએ મોકલીશુઃ વાલી
શાળાએ બાળકોને મોકલવા માટે ભરૂચ જિલ્લામાં મોટાભાગના વાલીઓ સંમત થયા છે. પરંતુ ઘણા વાલીઓ હજી પણ સંમતિ આપતી નથી. કેટલાક વાલીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, દેશભરમાં હાલ વેક્શિનેશન શરૂ થયું છે, 11 મહિના જેટલો સમય રાહ જોઇ છે તો હવે મહિના પછી મોટા પ્રમાણમાં વેક્શિનેશન થયા બાદ બાળકોને શાળાએ મોકલવા સંમતિ આપીશુ. તો કેટલાક વાલીઓએ જણાવ્યું કે, ભરૂચમાં સંક્રમણ ઓછું છે તેથી બાળકોને શાળાએ મોકલવામાં જોખમ પણ ઓછું છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનું તંત્ર અધ્ધરતાલ
ભરૂચ જિલ્લામાં અગાઉ જ્યારે ધોરણ 9થી 12ની શાળાઓમાં વર્ગો શરૂ થયા હતા. ત્યારે ભરૂચ ડીઇઓ કચેરી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરીને હાજર સંખ્યા અને વાલીઓના સંમતિપત્રોની માહિતી એકત્ર કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ કરવાની જાહેરાત કરતા ચુંટણીની કામગીરીને આગળ ધરીને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કેટલા વાલીઓએ સંમતિપત્ર આપી તેની માહિતી એકત્ર કરવાની કોઇ વ્યવસ્થા કરી ન હોવાનું સામે આવ્યું હતું. ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાના વાલીઓ બાળકોને મોકલવા માંગ છે કે નહીં તેની જાણ શુદ્ધાં ભરૂચ ડીપીઇઓ કચેરીને નથી.

સંમતિપત્ર સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે
વાલીઓનું સંમતિપત્ર એકત્ર કરવાની કામગીરી ચાલુ જ છે. કેટલાક વાલીઓનો સંપર્ક થઇ શક્યો નથી. ગુરૂવારે વિદ્યાર્થીઓ સંમતિપત્ર લઇને આવશે તો તેમને પણ પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધી 60 ટકા વાલીઓએ સંમતિ આપી છે જોકે આગામી દિવસોમાં આ આંકડો વધી શકે છે. > નિશાંત દવે, શાસનાધિકારી, ભરૂચ નગરપાલિકા.

નેટવર્ક વિહોણા વિસ્તારોમાં શાળાઓ શરૂ થતા બાળકો-વાલીઓમાં ખુશીનો માહોલ
રાજ્યભરમાં 11 મહિનાથી પ્રાથમિક શાળાઓ બંધ હતી. નવા સત્રની શરૂઆત થતાં જ હોમ લર્નિંગ કાર્યક્રમ અમલમાં મુકાયો હતો. જોકે ભરૂચ જિલ્લાના 45 ટકા જ વિદ્યાર્થીઓએ ઓનલાઇન હોમ લર્મિંગ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો. નેટવર્ક વિહોણા વિસ્તારોમાં હોમ લર્નિંગ કાર્યક્રમ સફળ રહ્યો નહોતો. જોકે, હવે પ્રાથમિક શાળાઓમાં ક્લાસરૂમ સ્ટડી શરૂ થતાં જ ગ્રામ્ય વિસ્તારના વાલીઓ અને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો