કાર્યવાહી:દહેજમાંથી ચોરી થયેલો 60 લાખનો પાઉડર રાજસ્થાનથી પોલીસે પકડ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજની રિલાયન્સ કંપનીમાંથી સફેદ પાઉડરની 36 બેગ ટ્રેલરમાં ભરી ઉત્તરાખંડ નીકળ્યો હતો

સુરતના અડાજણ ખાતે રહેતાં મહેશ જગરામ ચૌધરી ટ્રાન્સપોર્ટ કમિશન એજન્ટ તરીકે ધંધો કરે છે. દરમિયાનમા઼ ગત 24મી માર્ચે એક શખ્સે ટ્રેલર માલિક તરીકે પોતાની ઓળખ બતાવી ઉત્તર ભારતમા઼ કોઇ સામાન લઇ જવાનો હોય તો ભાડેથી ટ્રેલર માટેની વાત કરી હતી. અરસામાં મહેશ ચૌધરીને દહેજની રિલાયન્સ કંપનીમાંથી ઉત્તરાખંડની પારલે એગ્રો પ્રા. લી. કંપનીમાં REPLET QH5821 M નામનો સફેદ પાઉડરનો માલ પહોંચાડવાનો ઓર્ડર મળતાં તેણે ટ્રેલર માલિક સાથે 1.38 લાખમાં ભાડુ નક્કી કરતાં મનમોહન જગપાલ ગુર્જર(રહે. ચિત્તોડગઢ, રાજસ્થાન) નામના ડ્રાઇવરનો સંપર્ક કરાવતાં ડ્રાઇવર કંપનીમાંથી 60.33 લાખની મત્તાનો REPLET QH5821 M નામનો સફેદ પાઉડર લઇને નિકળ્યાં બાદથી તેનો સંપર્ક નહીં થતાં ફરિયાદ નોંધાઇ હતી.

મરીન પોલીસની સાથે એલસીબીની ટીમ પણ એક્શનમાં આવી બે ટીમ તુરંત રાજસ્થાન મોકલી અપાઇ હતી. તપાસ દરમિયાન રાજસ્થાનના કોટા જિલ્લાના વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશનના એક ગુનામાં ટ્રેલર પકડાયેલુ હોઇ મળી આવતાં એકબાદ એક કડી જોડતાં રાજસ્થાનના અખીપુરા ગામના ગોડાઉનમાં સંતાડેલો આખેઆખો જથ્થો ટીમને મળી આવ્યો હતો. કારસામાં કુલ 4 શખ્સોની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડતાં ટીમે ચારેયને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 10 દિવસ સુધી રાજસ્થાનમાં કેમ્પ રાખ્યો
રાજસ્થાન પહોંચ્યાં બાદ પાવડર ચોરીના કારસામાં સંડોવાયેલાં લોકોના એક બાદ એક સુરાગ મળી રહ્યાં હતાં. જેના પગલે ભરૂચ એલસીબી અને દહેજ મરીનની ટીમે 10 દિવસ સુધી રાજસ્થાનમાં જ ઘર કરી લીધું હતું. ટીમને પોન્ક જિલ્લાના રાજનગર ખાતે રહેતાં રાજુ અંબાલાલ મિણાની કૌભાંડમાં સંડોવણી હોવાનું માલુમ પડ્યું હતું. જોકે તે ઝડપાયો ન હતો. અરસામાં જયપુરના બસ્સી પોલીસ સ્ટેશનની હદમાં આવતાં અખીપુરા ગામના એક ગોડાઉનમાં માલ સંતાડ્યો હોવાનું માલુમ પડતાં સ્થાનિક પોલીસને સાથે રાખી ચોરી થયેલો આખે આખો માલ કબજે કર્યો હતો.

પાઉડર ચોરીમાં વપરાયેલું ટ્રેલર પકડાતાં કડીઓ મળી
રાજસ્થાનના વિદ્યાનગર પોલીસે કોઇ ગુનામાં એક ટ્રેલર પકડ્યું હતું. જે ટ્રેલર પાવડર ચોરી માટે પણ વપરાયું હોઇ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી કૌભાંડમાં સંડોવાયેલાં શખ્સોની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી. જેમાં રાજુલાલ અંબાલાલ મીણા નામનો શખ્સ મુખ્ય સુત્રધાર હોવા સાથે સિતારામ ઉર્ફે સિયારામ ઉર્ફે રામવત્ર ફૈલીરામ મીણા, ટ્રેલરનો માલિક સિતારામ રામકિશન મીણા તેમજ ટ્રેલરનો ચાલક હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...