બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં બાજી મારી:ભરૂચના 6 યુવાનોએ વ્યારામાં યોજાયેલી દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં ભાગ લઈ મેડલ પ્રાપ્ત કર્યા

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના ફીટનેશ ફર્સ્ટ જીમના 6 સ્પર્ધકો વ્યારા ખાતે યોજાયેલ સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ,મેન્સ ફીજીક્સ અને મેન્સ ક્લાસિક સ્પર્ધામાં ઝળકી ભરૂચ શહેરનું નામ રોશન કર્યું છે.

વાપી જીલ્લાના વ્યારા ખાતે સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ , મેન્સ ફીજીક્સ અને મેન્સ ક્લાસિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ,સુરત,નવસારી,વલસાડ સહીત અલગ અલગ શહેરના 200થી 250 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભરૂચના ફીટનેશ ફર્સ્ટ જીમના કુલ 6 સ્પર્ધકોએ જુનિયર, સીનીયર અને માસ્ટર કેટેગરીમાં ભાગ લીધો હતો.જે સ્પર્ધામાં જુનિયર કેટેગરી 55 થી 60 કિલો ગ્રામ બોડી બિલ્ડીંગમાં ધીરેન સોલંકી પ્રથમ ક્રમે અને મેન્સ ક્લાસિકમાં ચોથા ક્રમે વિજેતા બન્યા હતા.તો જુનિયર કેટેગરી 60 થી 65 કિલો ગ્રામ બોડી બિલ્ડીંગના ગ્રુપ અને મેન્સ ક્લાસિક બંને સ્પર્ધામાં અંકિત વસાવા દ્વિતીય ક્રમ જયારે સીનીયર કેટેગરી 60 થી 65 કિલો ગ્રામ બોડી બિલ્ડીંગના ગ્રુપમાં શુભમ બાંડીવકર પાંચમાં ક્રમે વિજેતા બન્યો હતો સીનીયર કેટેગરી 65 થી 70 કિલો ગ્રામ બોડી બિલ્ડીંગના ગ્રુપમાં પ્રશાંત બિસ્વાલ પાંચમાં ક્રમે અને મેન્સ ક્લાસિક બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા બન્યો હતો, તો સોમેશ ઠાકોર દ્વિતીય ક્રમેં જયારે માસ્ટર કેટેગરીમાં જીગ્નેશ રાજપૂતએ પાંચમો ક્રમ હાંસલ ભરૂચ શહેર અને ભરૂચ જીલ્લાનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...