તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારની મહેફિલ:ભરૂચ GIDCના એક પ્લોટમાં જુગાર રમતાં 6 ખેલી ઝડપાયાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુગારિયાઓ પાસેથી રોકડા 40 હજાર સહિત 78 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જીઆઇડીસીમાં આવેલી કેઆરડી ઇન્ડસ્ટિઝના પ્લોટમાં કેટલાંક શખ્સો જુગાર રમતાં હોઇ ભરૂચ સી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતાં વડોદરાના 4 સહિત 6 ખેલીઓને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે 2 નાસી છુટ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી કુલ 78 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ સી ડિવિઝનની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભોલાવ જીઆઇડસી ફેઝ-1માં આવેલી કેઆરડી ઇન્ડસ્ટ્રિઝના પ્લોટમાં કેટલાંક લોકોએ શ્રાવણિયા જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં વડોદરાના વિક્કી ઈશ્વર રાણા,યાસીન અબ્બાસ વોહરા, આકાશ સુભાષ બુધેલીયા, હાર્દિકસિંહ મોતિસિંહ પરમાર તેમજ ભરૂચના હાર્દિક રાજેશ પટેલ અને ભરત ઈશ્વર મીસ્ત્રી નામના 6 જુગારિયાઓ ઝડપાઇ ગયાં હતાં.

જ્યારે નરેન્દ્રસિંગ ઉફે નંદુ અનોપસસિંગ ગેહલોત ભાવીન જગદીશ વૈષ્ણવ નામના બે જુગારિયાઓ નાસી છુટ્યાં હતાં. પોલીસે તેમની પાસે રોકડા રૂપિયા 40 હજાર, 5 મોબાઇલ મળી 78 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલાં તમામ વિરૂદ્ધ પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ભાગેલાં આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...