ભરૂચ તાલુકામાં આવેલાં અંગારેશ્વર ગામે નવી નગરી ફળિયામાં રહેતો વિશાલ વસાવા ઝાડેશ્વર રોડ પર આવેલાં રંગ પેલેસ કોમ્પ્લેક્ષમાંની મિસ્ટ્રીયસ બોક્સ નામની કપડાની દુકાનમાં કામ કરે છે. ગત શુક્રવારે તે દુકાનમાં હતો તે વેળાં તેમના ગામમાં જ રહેતો મનિષરાઠોડ તથા તેમના મિત્રો રઘુ રાઠોડ, વિપુલ રાઠોડ, ભરતસિંગ રાઠોડ, જયદપસિંહ રાઠોડ તેમજ અન્ય એક શખ્સ મળી 6 જણાં તેની દુકાને આવ્યાં હતાં.
દરમિયાનમાં મનિષે તેને જોઇને તારૂ નામ વિશાલ વસાવા છે, હું તને સારી રીતે ઓળખુ છું તે અમારા સમાજની યુવતિ અને તારા સમાજના અનિલ વસાવાના પ્રેમલગ્ન કરાવવામાં તે મદદ કરી સાક્ષીમાં સહી કેમ કરી હતી તેમ કહીં તેને પાર્કિગમાં લઇ જઇને માર માર્યો હતો.
તેને ગાડીમાં બેસાડી ગામડે લઇ જઇ હત્યા કરવાની ધમકીઓ પણ આપી હતી જોકે, તેમના દુકાનના માલિકે આવી તેને બચાવ્યો હતો. બનાવ સંદર્ભે તેણે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દુકાનમાં બનેલી ઘટના બાદ આસપાસના વેપારીઓ અને દુકાનના માલિક દોડી આવ્યાં હતાં અને યુવાનને બચાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.