તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્ટર:ભરૂચ જીલ્લામાંથી વધુ 6 ઝોલાછાપ તબીબ ઝડપાયા, દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા તમામ સામે કાર્યવાહી

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગના બોગસ તબીબ પશ્ચિમ બંગાળના હોવાનું જાણવા મળ્યું

ભરૂચ જીલ્લામાં અગાઉ 14 બોગસ તબીબો ઝડપાયા બાદ આજે વધુ 6 ઝોલાછાપ તબીબ ઝડપાયા છે. આ પૈકી મોટાભાગના તબીબો પશ્ચિમ બંગાળના હોવાનું જાણવા મળ્યું છે.

જીલ્લામાંથી તાજેતરમાં જ 14 તબીબો ઝડપાયા હતા

રાજ્યમાં કોરોના કાળ દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ઝોલાછાપ તબીબોને ઝડપી પાડવા માટે આદેશ અપાયા બાદ સમગ્ર રાજ્યમાં ડ્રાઈવ કરવામાં આવી રહી છે. ભરૂચ જીલ્લામાંથી તાજેતરમાં જ 14 તબીબો ઝડપાયા હતા. ત્યાર બાદ આજે વધુ 6 બોગસ તબીબો ઝડપાયા હતા. ભરૂચ જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પોલીસ તંત્રે ઝોલાછાપ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે.

6 પૈકી મોટા ભાગના તબીબો પશ્ચિમ બંગાળના હોવાનું બહાર આવ્યું

જીલ્લાના નેત્રંગ પોલીસ મથકની હદમાંથી 2, નબીપુર પોલીસ મથકની હદમાંથી 1, દહેજ ખાતેથી 1, ઝગડિયા ખાતેથી 1 તથા હાંસોટ ખાતેથી 1 બોગસ તબીબ ઝડપાયો છે. ઝડપાયેલા તબીબોમાં લુવારા ગુરુદ્વારાના કમ્પાઉન્ડમાં પ્રેક્ટીસ કરતા કરોર સિંગ સંદુ, નેત્રંગ ખાતે પ્રેક્ટીસ કરતા પીયુષ વિનોદ સરકાર શર્મા, તથા થવા ખાતે પ્રેકિટસ કરતા ચિત્તરંજના મંડલ, દહેજ ખાતે બિરલા કોપર લેબર કોલોનીમાં પ્રેકિટસ કરતા સુજય દલાલ જયનાથ, હાંસોટ ખાતે પ્રેકિટસ કરતા શબ્બીર મોહમ્મંદ ફકીર, ઝગડિયાન દધેડા ખાતે પ્રેક્ટીસ કરતા શ્યામલ બીસ્મારીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા 6 પૈકી મોટા ભાગના તબીબો પશ્ચિમ બંગાળના હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...