નજીવી બાબતે મારામારી:ભરૂચમાં 'તારો છોકરો ક્યાં છે તેને પતાવી દેવો છે' તેમ કહી 6 લોકોએ મહિલાને માર માર્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના ત્રણ કુવા વિસ્તારમાં આવેલી નવી નગરીમાં નજીવા મુદ્દે બે મહિલાઓ સહીત 6 લોકોએ એક મહિલાને માર માર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.
​​​​​​​અપશબ્દો બોલી મહિલાના વાળ પકડી માર માર્યો
ભરૂચના ત્રણ કુવા વિસ્તારમાં આવેલ નવી નગરીમાં વસંતીબેન મહેશ વસાવા ગતરોજ પોતાના ઘરમાં આવેલી દુકાનમાં બેઠા હતા. તે દરમિયાન નજીકમાં રહેતા ગણેશ મેલા વસાવા, રોહિત મેલા વસાવા અને વિકાસ દશરથ વસાવા, વિશાલ દશરથ વસાવા ત્યાં આવી અપશબ્દો ઉચ્ચારી 'તારો છોકરો ક્યાં છે તેને પતાવી દેવો છે' તેમ કહી માથાકૂટ કરી હતી. જે ઝઘડાનું ઉપરાણું લઇ કાળી મેલા વસાવા, રમીલાબેન વસાવા પણ ત્યાં આવી ગયા હતા અને તમામે ભેગા મળી મહિલાના વાળ પકડી દીવાલમાં અથડાવી માર માર્યો હતો. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મારામારી અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...