મારામારીની ઘટના:પુત્ર સાથેની તકરારને લઇ માતા પર 6 હુમલાખોરો તૂટી પડયાં

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ શહેરના ત્રણકુવા વિસ્તારમાં બનેલી મારામારીની ઘટના

ભરૂચના ત્રણ કુવા વિસ્તારમાં આવેલી નવી નગરીમાં પુત્ર સાથે થયેલી તકરારને લઇ બે મહિલાઓ સહીત 6 લોકોએ તેની માતાને માર માર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચના ત્રણ કુવા વિસ્તારમાં આવેલ નવી નગરીમાં વસંતીબેન મહેશ વસાવા ગતરોજ પોતાના ઘરમાં આવેલી દુકાનમાં બેઠા હતા. તે દરમિયાન નજીકમાં રહેતા ગણેશ મેલા વસાવા, રોહિત મેલા વસાવા અને વિકાસ દશરથ વસાવા, વિશાલ દશરથ વસાવા ત્યાં આવી અપશબ્દો ઉચ્ચારી ‘તારો છોકરો ક્યાં છે તેને પતાવી દેવો છે’ તેમ કહી માથાકૂટ કરી હતી. જે ઝઘડાનું ઉપરાણું લઇ કાળી મેલા વસાવા, રમીલાબેન વસાવા પણ ત્યાં આવી ગયા હતા અને તમામે ભેગા મળી મહિલાના વાળ પકડી દીવાલમાં અથડાવી માર માર્યો હતો.

ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મારામારી અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચુંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બનેલી ઘટના પગલે એક તબકકે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...