તહેનાત:413 પંચાયતોની ચૂંટણીમાં 878 બુથ પર 5297 ઈલેક્શન અને 2127 પ્રોટેકશન સ્ટાફ તહેનાત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 175 અતિસંવેદનશીલ અને 259 સંવેદનશીલ પોલિંગ બુથ પર નજર
  • 1862 મતપેટીથી યોજાનારી ચૂંટણીમાં કાઉન્ટીંગ માટે 865 કર્મીના ઓર્ડર

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હાલ સરપંચ અને સભ્ય પદ માટે ઉમેદવારી કરનારા વોટ મેળવવા વિકાસના વાયદાઓનો પ્રચાર-પ્રસારમાં કરી રહ્યાં છે. તો જિલ્લા ચૂંટણી તંત્રે પણ નિર્ભય, સ્વસ્થ અને શાંત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે કમરકસી છે. જિલ્લાના 9 તાલુકાઓમાં આવેલી 483 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19મીએ યોજાવાની છે. ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવા બાદ હવે 413 ગામોમાં જ ચૂંટણી થવાની છે. જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની માહિતી આપી હતી. જેમાં તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પણ અપીલ કરી છે. દુનિયામાં હજી પણ કેટલાય લોકો છે જેઓને મત આપવાનો અધિકાર મળ્યો નથી. ત્યારે આપણને મળેલી તકને વધાવી મતદાન અવશ્ય કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી સુમેરાએ જણાવ્યું હતું કે, 483 ગ્રામ પંચાયતો પૈકી 62 બિનહરીફ થતા હવે 413 ગામોમાં ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ 878 મતદાન મથકો અને 1862 મતપેટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંત, નિર્ભય વાતાવરણમાં યોજાઈ તે માટે 5297 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...