તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બગડી, ગોલ્ડનબ્રિજ નજીક બનાવાયેલાં કોવિડ સ્મશાનમાં અત્યારસુધીમાં 500થી વધુ દર્દીઓના અંતિમ સંસ્કાર કરાયા

ભરૂચ2 મહિનો પહેલા
 • છેલ્લા 17 દિવસમાં જ 25 અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં
 • જિલ્લામાં અત્યાર સુધી ત્રણ હજાર 969 લોકો કોરોના પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોના દિવસે દિવસે વકરી રહ્યો છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક બનાવાયેલાં સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે અત્યાર સુધીમાં 500થી વધુ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે.

રાજ્યમાં દિવાળી અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. કોરોના લોકોને ભરડામાં લઇ રહ્યો હોવા છતાં લોકો હજી બેદરકાર જોવા મળી રહ્યાં છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે માસ્ક ફરજિયાત પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી છે પણ લોકો હજી બેદરકાર જણાઇ રહ્યાં છે.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 164 જેટલા એક્ટિવ કેસો નોંધાઇ ચુક્યા છે, તો બીજી તરફ કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 500ને પાર પહોંચ્યો છે, કોવિડ સ્મશાનમાં ગત 10 તારીખથી આજ સુધી 25 જેટલા અંતિમ સંસ્કાર થયા છે, જેમાં પણ છેલ્લા 17 દિવસમાં જ 25 અંતિમ ક્રિયા થઇ છે. જે કોરોનાના વધી રહેલાં સંક્રમણને બતાવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીનાં આંકડાઓની વાત કરીએ તો ત્રણ હજાર 969 લોકો કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાં મોટા ભાગે લોકોએ કોરોનાને મહાત આપી છે, પરંતુ ફરી એકવાર કેસોની ગતિમાં વધારો થતાં ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો