તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:નેત્રંગ તાલુકાના કાકડકુઈ માધવ વિદ્યાપીઠ ખાતે 50 બેડ સાથે આઈસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈસોલેશન સેન્ટરમાં ટૂંક સમયમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે

વિશ્વમાં ચાલી રહેલ કોરોના વૈશ્વિક મહામારીએ દેશ વિદેશમાં હાહાકાર મચાવ્યો છે. હાલમાં પણ કોરોના વાઇરસની બીજી લહેરમાં કોરોના ઘાતક નિર્દોષ લોકા પર પોતાનો વિકરાળ જીવલેણ પંજો મારી સંક્રમિત કરી રહ્યો છે. સાથે શહેરો પછી હવે કોરોના અંતરિયાળ ગામમો ગામોમાં પ્રવેશી નિર્દોષ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેથી નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામમાં આવેલ માધવ વિદ્યાપીઠ ખાતે 50 બેડ સાથે આઈસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

સવાર સાંજ ચા નાસ્તો અને બે ટાઈમ ભોજન માધવ વિદ્યાપીઠ દ્વારા અપાશે

આજ રોજ તાલુકાના કાકડકુઈ ગામે આવેલ વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતી સંચાલિત માધવ વિદ્યાપીઠ અને સેવાભારતી ગુજરાતના સહયોગથી 50 બેડ સાથેના કોવિડ-19 આઇશોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સામન્ય લક્ષણ ધરાવતા કોરોના ગ્રસ્ત દર્દીઓ કે જેમના ઘરે હોમ કોરેન્ટાઇન થવાની વ્યવસ્થા નથી. તેઓ આ આઇશોલેશન સેન્ટરનો લાભ લઇ શકે છે. ટૂંક સમયમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આઈસોલેટ થયેલા દર્દીઓ માટે સરકારના આરોગ્ય વિભાગ તરફથી દવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સવાર સાંજ ચા નાસ્તો અને બે ટાઈમ ભોજન માધવ વિદ્યાપીઠ દ્વારા કરશે.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડોદરા વિભાગના સંઘ ચાલક બળદેવભાઈ પ્રજાપતિ, કિરીટભાઈ સાયપરિયા, માધવ વિદ્યાપીઠ વિજયસિંહ સુતરિયા તેમજ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...