તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધા સુમન:ભરૂચના 5 યુવકોએ 252 કિમી સુધી સાયકલિંગ કરી પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી

ભરૂચ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચથી પાવાગઢ સુધીનું સાયકલિંગ કરીને યુવાનોએ તિરંગો લહેરાવ્યો

પુલવામા 14 ફેબ્રુઆરી 2019ના થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. જેમની યાદમાં દેશભરમાં શહીદ જવાનોને અલગ અલગ કાર્યક્રમો યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.ત્યારે ભરૂચ શહેરમાં ઘણા સમયથી સાયકલિંગ ક્લબના સભ્યો ઘણા બધા સાહસિક કર્યો કરીને દેશ પ્રેમ બતાવી રહ્યાં છે.જેના ભાગરૂપે ભરૂચ સાયકલિંગ ક્લબના પાંચ સભ્યો રાજેશ્વર રાવ, મીરલ રાણા,ધ્રુવ દેસાઈ, જયેન્દ્ર મારવી અને નિકુંજ વસાવાએ 14 મી ફેબ્રુઆરીએ પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સાયકલિંગ ક્લબના સભ્યો તેમને શ્રદ્ધાંજલિ અર્પવા ભરૂચથી પાવાગઢ અને પાવાગઢથી ભરૂચ સુધીનું 257 કિમિનું સાયકલિંગ કરીને પહોંચ્યા હતા. 13 તરીકે રાત્રીના 3 વાગે સાયકલિંગ શરૂ કરીને પાંચેય સભ્યો બીજા દિવસે બપોરના 12 વાગ્યાના અરસામાં પાવાગઢ પહોંચ્યા હતા.પાવાગઢ પહોંચીને સભ્યોએ તીરંગો લહેરાવીને શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.જયારે માતાજીના દર્શન કરીને તેમના પરિવાર માટે અને દેશની સરહદોની સેવા કરી રહેલા સૈનિકો માટે પ્રાર્થના કરી હતી. સાયકલિંગ ક્લબના સભ્યો 26 મી જાન્યુઆરીએ પણ ભરુચથી નારેશ્વર સુધીની 100 કિમિ સુધીની યાત્રા કરીને નર્મદા કિનારે તિરંગો લહેરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો