તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રેમડેસિવીરની કાળાબજારી કરનાર 5ને અન્ય જિલ્લાની જેલમાં ધકેલ્યા

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચ જિલ્લામાંથી અગાઉ આરોપીઓ પકડાયા હતા

ભરૂચ જિલ્લમાં રેમડેસિવીર ઇજેકશનોની કાળા બજારી રોકવા LCB, SOG તથા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તે મુજબ એલ.સી.બી.તથા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ભરૂચનાઓ દ્વારા રેમડેસિવીર ઇજેક્શનોના કાળા બજાર કરતા અરબાજ મહમદ રફીક અહમદ ગરાસીયા,મહમંદ સાદીક સલીમ સામલી, એઝાજ ઉમરજી ગજરા, મકબુલ સરીફ ચૌહાણ અને મુબીન મકબુલ સરીફ ચૌહાણ સામે ગુનાઓ રજીસ્ટર કરી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.

જેથી ભવિષ્યમાં જીવન જરૂરિયાત વસ્તુઓની કાળા બજાર રોકવા જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચનાઓને દરખાસ્ત કરી હતી.જેથી મેજીસ્ટ્રેટએ આવશ્યક ચીજવસ્તુના કાળા બજાર થતા અટકાવવા અને તેનો પુરવઠો જાળવી રાખવા બાબતના અધિનિયમ 1980 ( પી.બી.એમ) 5 ઇસમોને રાજ્યની મધ્યસ્થ જેલ અમદાવાદ,ભાવનગર જેલ,જુનાગઢ જેલ,જામનગર જેલ, મહેસાણા જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...