• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • 5 Dilapidated Khadi Bridges Of Wagra And Amod Will Be Demolished And New Ones Will Be Banned For Movement Of Vehicles Heavier Than 20 Metric Tons.

5 બ્રિજ પર મોટા વાહનોને પ્રતિબંધ:વાગરા અને આમોદના 5 જર્જરીત ખાડી બ્રિજ તોડીને નવા ન બને ત્યાં  સુધી 20 મેટ્રિક ટન કરતા વધુ ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભુખી ખાડી બ્રીજ, બદલપુરા ખાડી બ્રીજ, અલાદર ખાડી બ્રીજને તોડીને નવા પુલ બનાવવામાં આવે ત્યાં સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું જારી કર્યું છે.આમોદથી આછોદ ગામે જતા આવતો ભુખી ખાડીનો પુલ, સરભાણ ત્રણ રસ્તા પાસે ઈખર સરભાણ રોડ પ૨ ભુખી ખાડીનો પુલ જજરીત છે.તેમજ વાગરા તાલુકામાં પણ ભુખી ખાડી બ્રીજ, બદલપુરા ખાડી બ્રીજ અને અલાદર ખાડી બ્રીજને તોડીને નવા પુલ બનાવવાના છે. આ પાંચેય ખાડી બ્રિજ તોડીને નવા ન બનાવાય ત્યાં સુધી 20 મેટ્રિક ટન કરતા ભારે વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. જેઓએ ખાડી બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગો નો અવરજવર માટે ઉપયોગ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...