તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જંબુસરમાં 2-આમોદમાં 5 ઉમેદવારી પત્રો ભરાયા

ભરૂચ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રીજો દિવસ : ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે હજુ એકપણ ફોર્મ ભરાયું નથી

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે ત્રીજો દિવસ હતો. ત્યારે જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી હજી એકપણ ફોર્મ ભરાયું નથી. જ્યારે જંબુસર તાલુકા પંચાયતમાં 2 અને આમોદ તાલુકા પંચાયત માટે 5 ઉમેદવારીપત્રો ભરાયા હતા.

ભરૂચ જિલ્લામાં સમાવિષ્ઠ જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતની બેઠક તેમજ અંકલેશ્વર, ભરૂચ, જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારી પત્રો ભરવાના આજે ત્રીજો દિવસ હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નહોતું. જયારે જિલ્લાની નવ તાલુકા પંચાયતની 182 બેઠકો માટે જંબુસર તાલુકા પંચાયતમાં –2 અને આમોદ તાલુકા પંચાયતમાં – 5 ઉમેદવારીપત્રો ભરાયા છે. વાગરા, અંકલેશ્વર વાલીયા, ભરૂચ, ઝઘડીયા, હાંસોટ અને નેત્રંગ તાલુકા પંચાયત માટે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નહોતું.ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા માટે 11 ઉમેદવારીપત્રો ભરાયા છે. જ્યારે આમોદ, અંકલેશ્વર, અને ભરૂચ નગરપાલિકામાં આજે ત્રીજા દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નહોતું.

પાલિકાફોર્મ ઉપડ્યા
ભરૂચ272
અંકલેશ્વર179
જંબુસર179
આમોદ79
કુલ709

જિ.પં.માંથી 222 - તા.પં.માં 1017 ઉમેદવારી પત્રોનો ઉપાડ

તાલુકોજિ.પં. ફોર્મતા.પં.ફોર્મ
આમોદ17107
જંબુસર37107
ભરૂચ24111
વાગરા1393
અંકલેશ્વર34159
હાંસોટ766
ઝઘડિયા47135
વાલિયા33133
નેત્રંગ10106
કુલ2221017

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો