આક્ષેપ:આમોદ પાલિકાના BJPના 5 સભ્યોએ પાલિકા પ્રમુખને રાજીનામાં ધરી દીધાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા વિકાસના કામો થતાં નથી, જેના કારણે ગ્રાન્ટ પણ પરત જતી હોવાનો આક્ષેપ

આમોદ પાલિકાના સત્તાધારી ભાજપના વોર્ડ નંબર 6 ના નગરસેવક કમલેશ સોલંકી, વોર્ડ નંબર 3 ના રમેશ વાધેલા, વોર્ડ નંબર 4 ના રણછોડ રાઠોડ તથા નગરસેવિકા કૈલાસ વસાવાએ પોતાના સભ્યપદેથી એકસાથે રાજીનામા ધરી દેતા આમોદ નગર સહિત પંથકમા ચકચાર વ્યાપી ગઈ હતી.

ચારેય સદસ્યોએ આપેલ રાજીનામામાં તેઓએ પાલિકાના સત્તાધિશો વિરૂધ્ધ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે અમારા વોર્ડના વિસ્તારમા જાહેરહિતના પ્રાથમિક જરૂરિયાતના લાઈટ, ગટર, પાણી, સફાઈ જેવા કામો પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખથી થઈ શકતા નથી. તેમજ સરકાર તરફથી આવતી વિકાસના કામોની લાખો રૂપિયાની ગ્રાન્ટો બેદરકારીભર્યા વહીવટના કારણે પરત જતી રહે છે.

અમારી રજુઆતોને ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરીને અમો પછાતજાતિના પ્રતિનિધિઓનુ પ્રભુત્વ નગરમા વધી ના જાય તેવા ઈરાદાથી અમારા વોર્ડના કામો અમારી રજુઆતોના કામો કરાતા નથી. પ્રમુખ તથા ઉપપ્રમુખના બેદરકારીભર્યા વહીવટના કારણે નગરજનોએ અમારા ઉપર મુકેલ વિશ્વાસમા ખરા નહી ઉતરતા અમે જાહેરહિતમા પાલિકાના સભ્યપદેથી રાજીનામુ આપીએ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે વધુ એક સભ્યએ રાજીનામુ ધરી દીધું હતું. આમોદ પાલિકામા 24 સભ્યોનુ સંખ્યાબળ છે. જેમા ભાજપના 14 તથા 10 અપક્ષ સદસ્યો હતા. તે પૈકી ભાજપના 5 સદસ્યોએ રાજીનામા ધરી દેતા હવે આમોદ નગરપાલિકામા ભાજપના 9 તથા અપક્ષ 10 સભ્યો રહયા છે.

અન્ય સમાચારો પણ છે...