ભરૂચ જિલ્લામાંથી ઘણા લાંબા સમય બાદ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામેથી હાઈ પ્રોફાઇલ જુગારની મહેફિલ ઝડપાઇ છે. બિલ્ડરો, વેપારીઓ મળી 9 જુગારીયાઓની રૂપિયા 23.31 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.
કુલ 9 મોટાં માથાંની ધરપકડ
ભરૂચ જિલ્લામાં વર્ષો બાદ બિલ્ડરો, ઉદ્યોગકારો અને વેપારીઓ દ્વારા જુગારની મંડરાયેલી હાઈ પ્રોફાઇલ મહેફિલ પકડાતા ચકચાર મચી છે.અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પી.આઈ. વી.કે.રબારી, એ.એસ.આઈ. વિનોદ, શૈલેષભાઇ સહિતના સ્ટાફે બાતમી આધારે છાપો મારી આ માલદાર ગેમ્બલરોને રંગેહાથ ઝડપી લીધા હતા
.
પોલીસની એન્ટ્રી પડતા નાસભાગના દ્રશ્યો
જીતાલી ગામે પ્લેટીનિયમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બુકીંગ ઓફિસના પ્રથમ માળે ઓફિસમાં ભાગીદારો તેમના બિલ્ડર અને વેપારી મિત્રો સાથે જુગાર રમવા બેઠા હતા. જેના રંગમાં ભંગ પોલીસની એન્ટ્રી પડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
અંકલેશ્વર તાલુકા પોલીસનો દરોડો
પોલીસે સ્થળ પરથી સુરતના ભાવેશ ભીમાણી, જનક ધોલરિયા, શૈલેષ ગોધાણી, મહેન્દ્ર માલવીયા, અમિત ગોંડલીયા અને અંકલેશ્વરના સુરેશ ભરવાડ, સકરચંદ ઉર્ફે સાગર જૈન, નીતિન ક્યાડા તેમજ ભરત બાવીશીની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.