મોનસૂન ઈફેક્ટ:ડેડિયાપાડામાં 3 કલાકમાં 4.5 ઇંચ વરસાદથી કરજણ ડેમ હાઇએલર્ટ : 4659 ક્યુસેક પાણી છોડાયું,10 ગામો સાબદા

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેડીયાપાડામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણી આવક થવાના કારણે રાત્રીના 8 વાગે બે ગેટ ખોલીને 4500 ક્યુસેક પાણી છોડાયું હતું.}પ્રવિણ પટવારી - Divya Bhaskar
ડેડીયાપાડામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણી આવક થવાના કારણે રાત્રીના 8 વાગે બે ગેટ ખોલીને 4500 ક્યુસેક પાણી છોડાયું હતું.}પ્રવિણ પટવારી
  • અંક્લેશ્વરમાં 2 જ કલાકમાં સવા ઇંચ વરસાદ, ભરૂચ, નેત્રંગ, વાલિયા અને ઝઘડિયામાં અડધાથી પોણો ઇંચ ખાબક્યો
  • સેલંબાથી પાંચપીપરી ગામના પૂલ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે લોકો 3 કલાક સુધી અટવાયાં હતા
  • વીજ‌ળી પડતા અંકલેશ્વરના ભાદી ગામના યુવક અને નેત્રંગના નાના જાંબુડા ગામની મહિલા,બે પશુના મોત

અધિક મહિનાના આરંભ પહેલા જ ગુરુવારે અમાસે ભરૂચ-નર્મદા જિલ્લામાં ગુરુવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ડેડિયાપાડામાં 3 કલાકમાં જ 4.5 ઇંચ વરસાદ પડતાં પાણી કરજણ ડેમમાં જતાં તેને હાઇએલર્ટ પર મૂકી દેવાયો છે. રાત્રે ડેમના 2 દરવાજા ખોલી પ્રતિ સેકન્ડ 1.30 લાખ લિટર ( 4659)પાણી છોડી કાંઠાના 10 ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં આજે જંબુસર તાલુકાને બાકાત રાખતાં તમામ તાલુકામાં એકંદરે અડધાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે અંક્લેશ્વરમાં બે જ કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો.વીજળી પડવાને કારણે નેત્રંગના નાના જાંબુડા ગામે એક મહિલા તેમજ બે બળદના મોત થયાં હતાં. જોકે અંક્લેશ્વરના ભાદી ગામ પાસે પણ એક યુવાનનું વીજળી પડતાં મોત થયું હોવાની વાત પ્રસરી હતી.

ભરૂચના સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. અંકલેશ્વરમાં રસ્તા પર પાણી ભરાયા હતા.
ભરૂચના સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. અંકલેશ્વરમાં રસ્તા પર પાણી ભરાયા હતા.

કરજણ ડેમના ઉપરવાસ ડેડિયાપાડામાં 4.5 ઇંચ અને સાગબારામાં 3 ઇંચ વરસાદ ખબકતા કરજણ ડેમમાં 22533 ક્યુસેક પાણીની આવક સાથે સપાટી 113.40 મીટરે પહોંચી છે.જેથી રાત્રે 8 વાગે ડેમના 2 ગેટ 4 અને 6ને 0.40 મીટરથી ખુલ્લા કારી 4639 ક્યુસેક પાણી છોડાયું હતું. હાલ પાણીનો લાઈવ પાણીનો જથ્થો 461.31 MCM છે. કરજણ નદીમાં પાણી છોડવાની જાણ કરજણ વિભાગે જિલ્લા કલેકટરને કરતા કરજણ ડેમના કાંઠાના 10 ગામોને સાબદા કરી છે.બીજી તરફ ભરૂચ જિલ્લામાં બપોરના 12થી સાંજના 4 વાગ્યાના સમયગાળામાં જંબુસર સિવાય તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.

નેત્રંગના નાના જાબુડા ગામે નવી વસાહત વિસ્તારમાં રહેતી 52 વર્ષીય સુકલીબેન વસાવા તેમના બે બળદો સાથે ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. ત્યાં અચાનક વીજળી તેમના પર પડતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેમના બે બળદોના વીજળી પડતા મોત થયું હતું. જોકે અંક્લેશ્વરના ભાદી ગામ પાસે પણ એક યુવાનનું વીજળી પડતાં મોત થયું હતું. નર્મદા જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં.દેડિયાપાડામાં નદીની જેમ પાણી વહ્યા હતા. જ્યારે ધામણ ખાડીના પુલ ઉપર તેમજ સેલંબા થી પાંચપીપરી વચ્ચેના પુલ પર પાણી ફરી વળતા લોકો બે 3 કલાક સુધી ફસાયા હતાં.

ડેમની સપાટી રૂલ લેવલ પાર કરતા હાઇએલર્ટ
ડેડિયાપાડામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જે સીધું પાણી કરજણ ડેમમાં આવી રહ્યું છે એટલે હાલ રુલ લેવલ કરતા ડેમની સપાટી પર જતી હોય હાઈ એલર્ટ પર મુકાયો છે. પાણી છોડવું ફરજિયાત થઈ ગયું હોય બે ગેટ ખોલી 4600 ક્યુસેક પાણી છોડ્યું છે.તેની જાણ કલેકટરથી લઈ ડિઝાસ્ટર ફ્લડ કંટ્રોલને કર છે.> એ.વી.મહાલે,નાયબ કાર્યપાલક ઈજનેર,કરજણ ડેમ

સેલંબાથી પાંચપીપરી વચ્ચે પુલ પર પાણી ફરી વળતા બેથી ત્રણ કલાક સુધી લોકો અટવાયા હતા.
સેલંબાથી પાંચપીપરી વચ્ચે પુલ પર પાણી ફરી વળતા બેથી ત્રણ કલાક સુધી લોકો અટવાયા હતા.

ગોલ્ડન બ્રિજે નર્મદા 16.07 ફૂટે પહોંચી
નર્મદ ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં 1.50 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે.બીજી તરફ આજે ગુરૂવારે અમાસ હોઇ નદીમાં ભરતીના પાણી આવતાં નર્મદા નદીનું જળસ્તર વધ્યું હતું. જે ગુરૂવારે સાંજે 6 કલાકે 16.07 ફૂટે પહોંચ્યું હતું.

ડેડિયાપાડા ગામમાં પાણીની નદીઓ વહેતી થઈ.ધામણ ખાડીના પુલ પર પણ પાણી ફરી વળ્યા હતા.
ડેડિયાપાડા ગામમાં પાણીની નદીઓ વહેતી થઈ.ધામણ ખાડીના પુલ પર પણ પાણી ફરી વળ્યા હતા.
ભરૂચમાં ખાબકેલા વરસાદના કારણે પાંચબત્તી વિસ્તારમાં પાણી ભરાઇ જતા વાહનોનો સામાન્ય ટ્રાફિકજામ થઇ ગયો હતો.
ભરૂચમાં ખાબકેલા વરસાદના કારણે પાંચબત્તી વિસ્તારમાં પાણી ભરાઇ જતા વાહનોનો સામાન્ય ટ્રાફિકજામ થઇ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...