તલાટીઓની હડતાળ:ભરૂચના 416 તલાટીઓ હડતાળ પર ઉતરતા કામકાજ અટક્યું, પંચાયતોની ચાવી પણ જમા કરાવી દીધી

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર હર ઘર તિરંગા અને ડીઝાસ્ટરની જ કામગીરી કરશે

રાજ્યના તલાટી મંડળ દ્વારા લાંબા સમયથી પડતર માંગણીઓને લઈ સરકાર દ્વારા કોઈ નિવેડો નહીં લવાતા મંગળવારથી ભરૂચ જિલ્લાના 416 તલાટીઓ પણ હડતાળ ઉપર ઉત્તરી ગયા છે. તલાટી કમ મંત્રીઓએ પંચાયતોની ચાવી અને સિક્કાઓ પણ જમા કરાવી દીધા છે.

તમામ પ્રકારની કામગીરી બંધ
ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પણ વર્ષ 2004 અને 05 ની નોકરી સળંગ ગણવી, પગાર, વધારાની કામગીરી નહિ આપવી સહિતના પડતર પશ્નોને લઈ આજથી પંચાયતની તમામ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

માત્ર હર ઘર તિરંગા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી જ તલાટીઓ દ્વારા કાર્યરત રાખવામાં આવશે. જિલ્લામાં તલાટીઓની હડતાળને લઈ ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા, આમોદ, હાંસોટ, વાલિયા, નેત્રંગ, વાગરા તાલુકામાં પંચાયતની કામગીરી ઠપ થઈ જતા લોકોની યાતનાનો પાર રહ્યો નથી.

આપાતકાલિન સ્થિતિમાં કામગીરી કરશે
તલાટી કમ મંત્રીઓને થયેલાં આદેશ અનુસાર જ્યાં સુધી તેમની માંગણીઓ પુર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓની હડતાળ ચાલું રહેશે. જોકે, મહામંડરે ખાસ સૂચના આપી છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની કામગીરી તેમજ 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા હેઠળ ગ્રામ પંચાયતો પર સન્માન પુર્વક ધ્વજ ફરકાવવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...