તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો ઘાતકવાર:ભરૂચમાં લોકડાઉનના 68 દિવસમાં 40 પોઝિટિવ, અનલોકના 65 દિવસમાં જ 964 સંક્રમિત થયાં

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર 5 દિવસે નવા 100 પોઝિટિવ

ભરૂચ જિલ્લામાં કોરોનાએ મંગળવારે 1000નો આંક વટાવી દીધો છે. જિલ્લામાં આજે નોંધાયેલાં 14 કેસ સાથે જિલ્લાનો કુલ આંક 1004 થયો છે. લોકડાઉનના 68 દિવસમાં 40 કેસ સાથે અંકુશમાં રહેલી કોરોના મહામારી અનલોકમાં બેકાબુ બની જતાં રોજના 15 કેસની સરેરાશ સાથે અનલોકના 64 દિવસમાં જિલ્લામાં 964 નવા કેસ ઉમેરાયાં છે.

જુલાઇ મહિનામાં 713 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા
લોકડાઉનના 68 દિવસમાં જિલ્લામાં કુલ 40 કેસ નોંધાયાં હતાં. જેની સામે અનલોકના 64 દિવસમાં જ નવા 964 કેસ ઉમેરાતાં જિલ્લાનો કોરોના પોઝિટિવનો કુલ આંક 1004 પર પહોંચી ગયો છે. જુલાઇ મહિનામાં 713 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયો હતા. છેલ્લા 40 દિવસોમાં દર 5 દિવસે 100 દર્દીઓ મળ્યા છે. જોકે ઓગષ્ટ મહિનાની શરૂઆતના 4 દિવસોમાં જ 69 દર્દીઓ મળ્યા છે. જે જુલાઇના પ્રથમ 4 દિવસોમાં 62 દર્દીઓ હતા. છેલ્લા 40 દિવસોમાં સરેરાશ દરરોજ 20 દર્દીઓ સંક્રમિત થયાની ઝડપે આંકડો વધી રહ્યો છે.લોકડાઉન 1થી4ના 68 દિવસો દરમિયાન ભરૂચ જિલ્લામાં 40 કોરોના સંક્રમિતો નોંધાયા હતા. જ્યારે અનલોક 1.0 (1થી30 જુન) વધુ 192 દર્દીઓ, અનલોક 2.0 (1થી 31 જુલાઇ) વધુ 713 દર્દીઓ અને અનલોક 3.0 (1થી 4 ઓગષ્ટ) માં વધુ 69 દર્દીઓ નોંધાયા છે.

જિલ્લામાં પાલિકા વિસ્તાર કરતાં તાલુકા વિસ્તારમાં કેસોની સંખ્યા વધુ
અત્યાર સુધીના કોરોના પોઝિટિવના આંકડા જોઇએ તો જિલ્લામાં પાલિકા વિસ્તાર કરતાં તાલુકા વિસ્તારમાં કેસોની સંખ્યા વધુ આવી છે. જિલ્લાના 9 તાલુકામાં 563 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે પાલિકા વિસ્તારમાં 441 કેસ નોંધાયાં છે. જોકે સરકારી ચોપડે નોંધાયેલાં મૃત્યુઆંક જોઇએ તો પાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના મોત નીપજ્યાં છે જ્યારે તાલુકા વિસ્તારમાં 10 લોકોના મોત થયાં છે. નોંધનીય છે કે, વાલિયા, ઝઘડિયા તેમજ નેત્રંગ પંથકમાં હજી સુધી કોરોનાથી મૃત્યુના કેસ સરકારી રેકર્ડ પર ચઢ્યાં નથી.જિલ્લામાં મંગળવારે 14 કેસ નોંધાયાં છે. જેમાં અંક્લેશ્વરમાં 7, ઝઘડિયામાં 3, ભરૂચ અને હાંસોટમાં 2-2 કેસ સામે આવ્યાં છે. આજે 2 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયાં હોઇ ડેથ રિપોર્ટ આવતાં બન્નેના મોત કોરોનાને કારણે થયાં હોવાનું ફલિત થતાં સરકારી ચોપડે મૃત્યુઆંકમાં 2નો વધારો થતાં જિલ્લાનો કુલ મૃત્યુઆંક 23 થયો હતો.

કઇ તારીખે કેટલા કેસ
8 એપ્રિલ01
16 જૂન100
27 જૂન200
5 જુલાઈ300
9 જુલાઈ400
14 જુલાઈ500
17 જુલાઈ600
22 જુલાઈ700
26 જુલાઈ800
30 જુલાઈ900
4 ઓગસ્ટ1000

અન્ય સમાચારો પણ છે...