તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:ભરૂચ કોવિડ સ્મશાનમાં ગેલાની કૂવા વિસ્તારના સ્થાનિકો દ્વારા 4 ટ્રક લાકડાનું દાન આપવામાં આવ્યું

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસથી વિવિધ વિસ્તારમાં આવેલા સૂકા લાકડા એકઠા કરવામાં આવ્યા

ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે. તો બીજી તરફ કોરોનાથી થતાં મૃત્યુમાં પણ ભરૂચ અગ્રિમ હરોળમાં છે. ત્યારે ભરૂચના કોવિડ સ્મશાનમાં અનેક દાતાઓ દ્વારા લાકડાઓની સેવા આપવામાં આવી રહી છે. જેમાં ગેલાની કૂવા વિસ્તારના સ્થાનિકો દ્વારા 4 ટ્રક લાકડાનું દાન આપવામાં આવ્યું છે.

4 ટ્રક ભરીને લાકડાઓ કોવિડ સ્મશાનમાં આપવામાં આવ્યા

ભરૂચ ગેલાની કૂવા સ્થાનિક યુવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારમાં આવેલા સૂકા લાકડા એકઠા કરવામાં આવ્યા હતા. ઝાડ અને અન્ય લાકડાઓનાં કટીંગ કરવામાં આવ્યા છે. આ તમામ લાકડાઓ 4 ટ્રક ભરીને કોવિડ સ્મશાનમાં આપવામાં આવ્યા છે. અન્ય યુવક મંડળ પણ આવા કાર્યો કરી સેવા કરે તેમ આ ગ્રુપના લોકો ઇચ્છી રહ્યાં છે.

સ્મશાનમાં રોજના સરેરાશ 25 મૃતદેહ અંતિમવિધિ માટે આવી રહ્યાં છે

તો બીજી તરફ ભરૂચના કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી સ્મશાનમાં રોજના સરેરાશ 25 મૃતદેહ અંતિમવિધિ માટે આવી રહ્યાં છે. ત્યારે સ્મશાનમાં લાકડાની માંગ સતત રહેતી હોય છે. ત્યારે આવા સેવાભાવી સંગઠનો આવા સમયમાં સેવાકાર્ય કરે છે. તે અભિનંદનને પાત્ર છે અને બીજી સંસ્થાઓ પણ આમાથી પ્રેરણા લે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો