ધરપકડ:બાઇક પર હથિયાર પ્રદર્શન કરનારા 4 શખસો ઝડપાયાં

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા કેબલ બ્રીજ પરનો સ્ટન્ટ વાયરલ થયો હતો

ભરૂચના કેબલ બ્રીજ પર બાઇક પર ખુલ્લા હથિયારો સાથે સ્ટન્ટ કરવાનો વાયરલ થયેલાં વીડિયોની તપાસમાં ઘટના કુકરવાડા પાસે બની રહેલાં 8 લેન એક્સપ્રેસ વે પર હોવાની તેમજ બ્રીજ નિર્માણ કરી રહેલાં અશોકા બિલ્ડકોમના જ સિક્યુરિટી ગાર્ડ્સનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ચારેયને ઝડપી પાડી તેમના વિરૂદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં તાજેતરમાં જ ધારિયુ, ફરસી સહિતના મારક હથિયારોનું પ્રદર્શન કરી બાઇક પર સ્ટન્ટ કરતા યુવાનોનો વીડિયો વાયરલ થયો હતો. ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરતાં વીડિયો ભરૂચ તાલુકાના જ કુકરવાડ ખાતે નિર્માણ પામેલા 8 લેન એક્સપ્રેસ વે પર બનાવવામાં આવ્યો હોવાનું ફલીત થતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

જેમાં બાઇક પર સ્ટન્ટ કરનારા ચારેય શખ્સો ત્યાં જ અશોકા બિલ્ડકોન કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં સિતપોણના અસ્ફાક યાકુબ માલા, કંબોલીનો ફૈયાઝ હનીફ સિંધી, મુબારક સફીક સિંધી અને વરેડિયા ગામનો ઇર્ષાદ જુસબ સિંધી હોોવાનું માલુમ પડ્યું હતું.

જેના પગલે પોલીસે ચારેયને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે ચારેયને 2 બાઇક, ધારીયા, ફરસી, મોબાઈલ સાથે પકડી લઈ જાહેરમાં હથિયારોનું પ્રદર્શન, લોકોમાં ભય ફેલાવો, જીપી એક્ટ, મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ, પ્રીતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને પુરઝડપે સ્ટંટ તેમજ સોશ્યલ મીડિયા ઉપર તેને વાયરલ કરી અન્યને અનુકરણ કરવા પ્રેરી બીજાના જીવ પણ જોખમમાં નાખી શકે તે સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...