તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:રિક્ષામાં મુસાફર બેસાડવા મુદ્દે 4 શખ્સોનો 2 ભાઇ પર હુમલો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભરૂચના કસક વિસ્તારની કરીમ નવાજ મસ્જિદની બાજુમાં રહેતા ઇમરાન સુલેમાન પટેલે આપેલી ફરિયાદ મુજબે 29 માર્ચે રાત્રે આઠેક વાગ્યાના સુમારે તેના મોટાભાઇ અલ્તાફ સુલેમાન પટેલને ફોન આવ્યો હતો. તેમને જણાવ્યું હતું કે શીતલ સર્કલથી ગોલ્ડન બ્રિજ તરફ જવાના રોડ પર અહમદશાહ બાવાની દરગાહ સામે લેવા માટે આવજે. જેથી હુ ત્યાં ગયો હતો ત્યારે મોટાભાઇે કહ્યું હતું ભરૂચથી અંકલેશ્વર ખાતે રિક્ષામાં પેસેન્જર લઇને આવતો હતો. તે વેળા બીજા રિક્ષા ચાલક નદીમ, મજર, જુનેદ અને આલમગીરી તમામ રહે. ઉંડાય હાજીખા બજાર ભરૂચે મારી સાથે પેસેન્જર ભરવા મુદ્દે ઝઘડો કર્યો હતો. જેથી ઇમરાન પટેલે મારા ભાઇ સાથે ઝઘડો કેમ કરો છો તેમ પૂછતા તમામે ગાળો બોલી તેને માર માર્યો હતો.

મોટાભાઇ છોડાવવા પડતા તેઓએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેઓએ રિક્ષામાં મુસાફરો કેવી રીતે ભરો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇમરાન પટેલે હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો