વડોદરાના વાઘોડિયા ખાતે અનંતા શુઅલાલ સોસાયટી ખાતે રહેતો રવિશકુમાર જિતેન્દ્રકુમાર સિંગ ગુરૂવારે તેના મિત્ર આકાશ પાટીલ, પ્રિન્સરાજ તેમજ અધિરાજ જાદવ સાથે તેઓ ભેગા થયાં હતાં. દરમિયાનમાં તેમના મિત્ર આકાશ પાટીલે તેમેન જણાવ્યું હતું કે, આવતીકાલે તેનો બર્થ ડે છે.
તેના ભાઇના લગ્ન હોવાથી કપડાની ખરીદી કરવા સુરત જઇએ. તેમ કહી ઓનલાઇન એપ્લિકેશનથી એક કાર ભાડે કરી હતી. જે કાર અધિરાજ ચલાવતો હતો. તેઓ ભરૂચના વરેડિયા ગામે આવેલી ભુખી ખાડી પરના બ્રીજ પરથી પસાર થતી વેળાં કાર ચલાવનાર અધિરાજ વસંતરાવ જાદવે કોઇ કારણસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર ડિવાયડરમાં ભટકાઇ હતી. ચારેયને ગંભીર ઇજા થતાં ભરૂચ સિવિલ્ બાદ વધુ સારવાર માટે એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રિન્સરાજને મૃત જાહેર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.