તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઘર આંગણે માટીથી દબાણના મુદ્દે યુવાન પર 4 જણાનો હૂમલો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ બનેલો બનાવ
  • ઇજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો

ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે રહેતાં એક શખ્સે તેમના ઘરની સામે માટી નાંખી રહ્યાં હતાં. તે વેળાં ગામમાં જ રહેતાં 4 જણાઓએ તેમની સાથે દબાણ કરી ગટરના પાણીનો નિકાલ બંધ કર્યો હોવાનું જણાવી તેમની સાથે ઝઘડો કરી દંપતિ પર હૂમલો કર્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસા ગામે વગા ખડકીમાં રહેતાં લક્ષ્મણ ડાહ્યા પટેલ તેમની પત્ની ભાનુ તેમજ પુત્ર જયદેવ તેમના આગણામાં ગટરની માટી નાંખતાં હતાં તે વેળાં ગામમાં જ રહેતાં દિપક ચંદુ ઝાલા, ચંદુ, પ્રવિણ તેમજ શિલા પ્રવિણે ત્યાં પહોંચી તમે ગટર પર માટી નાંખી ખોટું દબાણ કરો છો કહીં તેમની સાથે બોલાચાલી કરતાં લક્ષ્મણે જણાવ્યું હતું કે, તે દબાણ કરતો નથી.

પંચાયતની ખુલ્લી જગ્યામાં માટી નાંખુ છું. જેના પગલે તેમની વચ્ચે તકરાર વધતાં દિપક તેમજ તેના સાગરિતોએ આવેશમાં આવી તેમની સાથે ઝઘડો કરી લક્ષ્મણ તેમજ તેની પત્ની ભાનુ પર હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...