કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 39 કેસ, 1ને ઓમિક્રોનની પુષ્ટિ

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશથી અત્યારસુધી 1400 લોકો, 632 હાઈરિસ્ક્ર કન્ટ્રીમાંથી આવ્યા
  • છાત્રોને વેક્સિનેશનના ત્રીજા દિવસે મનુબર સ્કૂલની 3 છાત્રાની તબિયત લથડી

भरભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કેસમાં બમણો વધારો થઈ રહ્યો છે. બુધવારે જિલ્લામાં વધુ 39 નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. નવેસરથી શરૂ થયેલી કેસની ગણતરીમાં હાલ 114 એક્ટિવ કેસ છે. જિલ્લામાં કુલ 164 કેસ નોંધાયા છે. તો ગત સપ્તાહે યુકેથી આવેલી મહિલાના સેમ્પલ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. તેને હાલમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

ભરૂચ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિધાર્થીઓને રસીકરણના બુધવારે ત્રીજા દિવસે 3 વિદ્યાર્થીનિઓની વેકસીન બાદ તબિયત બગડતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સ્થળ ઉપર આરોગ્ય ટીમની હાજરી વચ્ચે તાત્કાલિક 108 માં ત્રણેય કિશોરીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.ભરૂચના મનુબર ગામે સાર્વજનિક સ્કૂલમાં બુધવારે વિદ્યાર્થીઓનું વેકસીનેશન ચાલી રહ્યું હતું. જેમાં વેકસીન આપ્યા બાદ 3 છાત્રાની તબિયત લથડતા 108 માં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

અઢી દિવસમાં જ 32 હજાર કરતા વધુ છાત્રોને વેકસીનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે ત્યારે એક પણ વિદ્યાર્થીને આડઅસર સામે આવી નથી. આજે 3 છાત્રોની તબિયત બગડવાના કિસ્સામાં તેઓએ રાતે વાસી ખોરાક આરોગ્ય હોય કે સવારે ભોજન કે નાસ્તો ન લીધો હોય તો ભૂખ્યા પેટે રસી લીધા બાદ આમ થઈ શકે છે.

ખાસ દિકરીઓમાં હાર્મોન્સને લઈ ને પણ આમ બની શકે. અને વધુમાં વેકસીન, સોયનો ડર, ગભરાટ પણ કારણભૂત બની શકે છે. જેને વેકસીન કે ઇન્જેક્શન ફોબિયાના કારણે પણ આમ બની શક્યું હોય. હાલ વેકસીન હોવાનું 108 નો સ્ટાફ અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. જોકે દીકરીઓની તબિયત બગડતા માતા-પિતા અને પરિજનોમાં ભારે ચિંતા સાથે રોષ જોવા મળ્યો હતો.

કોઈનામાં પણ આડઅસર જોવા મળી નથી
વેકસીનની કોઈ આડઅસર જોવા મળી નથી. દીકરીઓ વેકસીનના ભય, હાર્મોન્સમાં બદલાવ કે ભૂખ્યા પેટે રસી લેવાના લીધે આમ બન્યું હોવું જોઈએ. જિલ્લામાં અત્યાર સુધી 15 થી 17 વર્ષના છાત્રોનું શાળાઓમાં જ વેકસીનેશન થઈ રહ્યુંં છે પરંતુ કોઈનામાં પણ આડઅસર જોવા મળી નથી.> નવનીત મહેતા, જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ

બે દિવસમાં 29151 કિશોરોએે વેક્સિન લીધી
કિશોરોના વેક્સિનેશન અભિયાનમાં તમામ તાલુકામાં 125 જેટલી ટીમો દ્વારા 125 સેન્ટરો પર બે દિવસ ભરૂચ જિલ્લામાં અંદાજીત 80623ના લક્ષ્યાંક સામે 29151 જેટલા કિશોર-કિશોરીઓએ વેક્સિન લીધી હતી. વિદ્યાર્થીઓમાં રસી મુકાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બુધવારે સાંજે 4 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લામાં 125 સેન્ટરો પર 15થી 18વર્ષના 8425 કિશોર-કિશોરીઓને વેક્સિને અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...