તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:લોક અદાલતમાં 3877 કેસોનો નિકાલ થયો

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ

કોરોના કાળમાં તમામ વેપાર-ધંધા અને ન્યાયાલય ઘણી અસર થઈ હતી.જેમાં હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી કાર્યવાહી ચાલતી હતી. ડિસ્ટ્રીક કોર્ટ થોડા સમય બંધ હતી. જેના કારણે ઘણા કેસ પેન્ડિંગ રહેતા હોય દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં કોરોના કાળ દરમિયાન પેન્ડિંગ રહેલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા ન્યાયાલય ખાતે રાજ્ય કાનૂની સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે નેશનલ લોક અદાલત યોજાઈ હતી.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ એસ.જે.રાજના માર્ગદર્શન અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે.ઝેડ.મહેતાના સંચાલનથી કરાયું હતું.આ લોક અદાલતમાં દીવાની, ફોજદારી, ખોરાકીના કેસો, વાહન અકસ્માતના વળતર કેસો, બેંક વળતર, લગ્ન વિષયક, લેબર તકરારના કેસો ,વિજળીના તથા પાણીને લગતા કેસો, નેગોશીયેબલ ઈમેન્ટ એકટ કલમ -138, પ્રિ-લીટીગેશન,સ્પેશીયલ સીટીંગસ ઓફ મેજીસ્ટ્રેસ સહિત કુલ-3877 કેસોનો નિકાલ કરાયો હતો.જેમાં રૂપિયા 4,12,06,106 જેટલી સમાધાન રકમ દ્વારા કેસોનો નિકાલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...