તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ભરૂચમાં 153 પોલ્ટ્રીફાર્મ પર 3.87 લાખ મરઘાનું પરીક્ષણ, 30 દિવસ ક્વોરન્ટાઇન કરવા સૂચન

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગમાં બે કાગડાના મોત, 5થી વધુ પક્ષીઓના મોત થાય તો બર્ડ ફ્લુની શક્યતા ઃ ડો. નાઇ

બર્ડ ફ્લુના કેસ ભરૂચ જિલ્લાના પાડોસી જિલ્લામાં નોંધાતા વહીવટી તંત્ર એક્ટિવ થઇ ગયુ છે. તાલુકા પ્રમાણે ડોક્ટરોની ટીમો બનાવીને ભરૂચ જિલ્લાના 153 પોલ્ટ્રીફાર્મ પર ચેકિંગ હાથ ધરાઇ રહ્યુ છે. જોકે કોઇ મરઘા કે પક્ષીમાં બર્ડ ફ્લુના લક્ષણો જણાયા નથી. જિલ્લાના 3.87 લાખ મરઘાઓનું પરિક્ષણ કરાયુ હતુ.

તકેદારીના ભાગ રૂપે ભરૂચ જિલ્લા પશુપાલન વિભાગે જિલ્લામાં ચાલતી ચીકન શોપ સહિતના કતલખાનાઓ પર સાવચેતીના ભાગરૂપ તકેદારી રાખવા માટે અવેરનેશના પેપ્લેટનું વિતરણ કરવાનું આયોજન કર્યુ છે. જેમાં મરઘા કેન્દ્રો સહિતના ફાર્મમાં નવા પક્ષીઓ દાખલ કરવા હોય તો તેમની જગ્યા મુળ ફાર્મથી દુર અન્ય જગ્યાએ 30 દિવસ માટે ક્વોરંટાઇન કરવા પડશે. પછી જ સ્થાનિક પક્ષીઓ સાથે તેમને ભેળવી શકાશે. ઉપરાંત બીજા ફાર્મની સાધનોને ફરજિયાત સેનેટાઇઝ કરવા, પશુઓને પોલ્ટ્રીફાર્મ પાસે બાધવા કે ચરવવા પર પ્રતિબંધ મુકાયો છે.

ગૃપમાં પક્ષીઓના મોત થાય તો બર્ડ ફ્લૂ હોવાની શક્યતા વધી જાય છે
નેત્રંગમાં બુધવારે કાગડાના મોત થયા હતા. પીએમ રીપોર્ટમાં પક્ષીનું નેચરલ ડેથ થયાનું સ્પષ્ટ થયુ છે. 5થી વધુ પક્ષીઓ કે ગૃપમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થાય તો બર્ડ ફ્લુ હોય શકે છે. તેમ હોય તો પશુપાલન વિભાગનો સંપર્ક કરવો.> ડો. આર.એન નાઇ, ના.નિયામક, પશુપાલન વિભાગ, ભરૂચ

PPE કીટ પહેરીને પક્ષીઓની સારવાર થશે
ઉતરાયણ પર પતંગના દોરથી પક્ષીઓ ઘાટલ થવાના કિસ્સાઓ સામે આવે છે. જોકે રાજ્યભરમાં બર્ડ ફ્લુના કહેર વચ્ચે વેટરનિટી ડોક્ટરોને ઘાયલ પક્ષીઓની સારવાર દરમિયાન પીપીઇ કિટ ફરજિયાત પહેરીને સારવાર કરવા માટે સૂચન કરાયુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser