આગામી 14મી માર્ચથી બોર્ડની પરીક્ષા ચાલુ થવા જઇ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાંથી 38 હજાર વિદ્યાર્થીઓ ધોરણ - 10 અને 12ની પરીક્ષા આપશે. ભરૂચ જિલ્લામાં ધો. 10 માટે 32 કેન્દ્ર પર 24,122 વિદ્યાર્થીઓ તથા ધો.12 માટે 16 કેન્દ્ર પર 14,479 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે બોર્ડની પરીક્ષાના સુદ્રઢ આયોજન માટે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર તુષાર સુમેરાએ આપતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ભરૂચ ઝોન- 55માં 19 અને અંક્લેશ્વર - 80માં 13 કેન્દ્રોમાં એસ. એસ. સીની પરીક્ષા માટે કુલ 32 કેન્દ્ર તથા 79 બિલ્ડીંગ અને કુલ 814 બ્લોક ફાળવવા આવ્યા છે, જેમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 24,122 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા અપાશે.
જયારે એચ. એસ.સી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે ભરૂચ ઝોન- 55 તથા અંક્લેશ્વર ઝોન -80 ખાતે કુલ કેન્દ્ર 04 ,કુલ બિલ્ડીંગ 18 અને 192 બ્લોકમાં રિપીટર વિદ્યાર્થીઓ મળીને કુલ 3606 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12ના સામાન્ય પ્રવાહના કુલ 12 કેન્દ્રો 35 બિલ્ડિગો અને 348 બ્લોકમા કુલ 10,873 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે તેમ તેમણે જણાવ્યું હતું .આ બેઠકમાં એસપી લીના પાટીલ, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહીત અમલીકરણ અધિકારીઓ હાજર રહયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.