તસ્કરી:તેલોદ ગામે બંધ મકાનમાં 3.25 લાખના મતાની ચોરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભટ્ટ પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો

આમોદ તાલુકામાં આવેલાં તેલોદ ગામે રહેતાં ઘનશ્યામ ભટ્ટને લગ્નપ્રસંગમાં વડોદરા તેમની બહેનના ત્યાં જવાનું હોઇ તેઓએ ગત 22મી ફેબ્રુઆરીએ સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા અને લોખંડની જાળીને તાળું મારી બહારગામ ગયાં હતાં. જ્યાંથી તેઓ 25મીએ બપોરન સમયે પરત આવી જોતાં તેમના ઘરના મુખ્ય દરવાજાની લોખંડની જાળી તેમજ લાડકાના દરવાજાનો નકુચો તુટેલો જણાયો હતો.

તેમણે તુરંત ઘરમાં જઇ તપાસ કરતાં તસ્કરોએ તેમના ઘરમાં ઘુસી તમામ સામાન વેરવિખેર કરવા સાથે તિજોરીઓના લોક તોડી તેમાનો સામાન પણ બહાર ફેંકી અંદરથી રોડકા રુપિયા 1.01 લાખ તેમજ સોના-ચાંદીના અન્ય દાગીના સહિત કુલ 3.25 લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે આમોદ પોલીસને જાણ કરવામાં આવતાં ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી ઘટના અંગે ગુનો નોંધી તસ્કરોના પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે ચોરીના બનાવો વધી રહયાં હોવાથી લોકોમાં ભય છે.

અન્ય સમાચારો પણ છે...