કેવડિયા ખાતે તીરંદાજીની નેશનલ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશના કેન્દ્ર શાસિત પ્રદેશઓ અને રાજ્યો મળી 45 ટીમના અંદાજિત 320 જેટલા મહિલા અને પુરુષ તીરંદાજોએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય આર્ચરી એસોસિએશન, ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિએશન અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે એકતાનગર સ્થિત એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સ્પર્ધાનું સમાપન થયું છે.
અર્જુન એવોર્ડ વિજેતા અને દિલ્હીની ટીમના સભ્ય અભિષેક વર્માએ સ્પર્ધા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આવનારી ટૂર્નામેન્ટ માટે આ સ્પર્ધા અમારા માટે ખૂબજ મહત્વની બની રહેશે. કારણ કે વર્લ્ડ ચેમ્પિયનશીપ અને એશિયન ચેમ્પિયનશીપ પણ આગામી સમયમાં થવાની છે.
રાજસ્થાન પોલીસ વિભાગ તરફથી ભાગ લેવા આવેલા ડીએસપી અને અર્જુન એવોર્ડ વિજેતા રજત ચૌહાણે જણાવ્યું કે, ગુજરાત એ વિકાસની ગતિ પર આગળ વધી રહેલું અને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી પ્રગતિ સાધી રહ્યું છે.
ત્યારે ગુજરાતમાં આવીને અમને ખૂબ ખૂશી થઈ છે. ગુજરાતમાંથી કમલેશ વસાવા, ભીંગાભાઈ ભીલ, પાયલ રાઠવા, અમિતા રાઠવા સહિત કુલ 24 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ઈન્ડિયન રાઉન્ડમાં અમિતા રાઠવાએ ગોલ્ડ મેડલ જીતીને બાજી મારી ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.