ભરૂચ શહેર અને જિલ્લામાં દિવાળી પર્વને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા વર્ષના પર્વમાં ફૂલોની ડિમાન્ડ વધી જતી હોય છે. ત્યારે ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા ફૂલબજારમાં બે દિવસ પહેલાંથી જ ફૂલોના ઢગલા જોવા મળી રહ્યા છે. આ વર્ષે રાજ્ય બહારથી આવતા ફૂલોના ભાવમાં 20થી 30 ટકા ભાવ વધારો જોવા મળ્યો છે.
જોકે ભરૂચ તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોમાં ખેડૂતો ફૂલોની ખેતી કરતા હોવાથી સ્થાનિક કક્ષાએથી મળતા ફૂલોના ભાવમાં કોઈ ફર્ક પડ્યો નથી. ભરૂચમાં તહેવાર સમયે ખાસ કરીને ગલગોટા, ગુલાબ, કમળ, જરબેરા, સેવન્તી સહિતના ફૂલોની માંગ વધારે રહે છે. ત્યારે આ વખતે વરસાદી સિઝનમાં ખેતીને વ્યાપક નુકશાન થતાં ગુલાબના ફૂલના ભાવમાં વધારો થયો છે.
ફૂલોનો ભાવ (પ્રતિ કિલો) | |
ફૂલ | રૂપિયા |
ગલગોટા | 60 |
સેવન્તી | 150 |
ગુલાબ | 250 |
પારસ | 400 |
લીલી | 500 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.