બાળકોનું રસીકરણ:ભરૂચમાં વેક્સિન લીધાના ત્રીજા દિવસે મનુબર સાર્વજનિક સ્કૂલની 3 છાત્રાની તબિયત લથડી

ભરૂચ12 દિવસ પહેલા
  • ત્રણેય છાત્રાઓને 108માં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
  • અઢી દિવસમાં 32 હજાર 879 છાત્રોનું રસીકરણ થયું

ભરૂચ જિલ્લામાં 15થી 18 વર્ષના વિધાર્થીઓને રસીકરણના બુધવારે ત્રીજા દિવસે 3 વિદ્યાર્થીનિઓની વેક્સિન બાદ તબિયત બગડતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

ભરૂચના મનુબર ગામે સાર્વજનિક સ્કૂલમાં બુધવારે વિદ્યાર્થીઓનું વેક્સિનેશન ચાલી રહ્યું હતું. જેમાં વેક્સિન આપ્યા બાદ 3 છાત્રાની તબિયત લથડતા 108માં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે, વેક્સિનની કોઈ આડઅસર જોવા મળી નથી. દીકરીઓ વેક્સિનના ભય, હાર્મોન્સ બદલાવ કે ભૂખ્યા પેટે રસી લેવાના લીધે આમ બન્યું હોવું જોઈએ. જિલ્લામાં અત્યાર સુધી 15થી 17 વર્ષના 32 હજાર 879 છાત્રોનું વેક્સિનેશન થઈ ગયું છે, પરંતુ કોઈનામાં પણ આડઅસર જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...