તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભરૂચમાં બાઇક ચોરી કરનાર પંજાબના 3 તસ્કરો પોલીસના સકંજામાં સપડાયાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિના પહેલા ઝાડેશ્વર એસટી બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી બાઈકની ચોરી કરી હતી

ભરૂચમાં 2જી જૂનના દિવસે ઝાડેશ્વર રોડ ઉપર આવેલી નર્મદા ચોકડી એસ.ટી બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલી સ્પેલન્ડર ગાડી કી.રૂ.10 હજારની ચોરી થયાની સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જે અંગે જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવુતિઓ ઉપર અંકુશ લગાવવા જિલ્લા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લા દરેક પોલીસ મથકના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

જે અંગે મળેલી સૂચનાઓના આધારે સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ડી.પી.ઉનડકટ અને સ્ટાફના માણસોએ રાજ્ય સરકારના મહત્વકાંક્ષી વિશ્વાસ પ્રોજેકટ અને સીસીટીવી કેમેરા તથા ઈ-ગુજકોપના પોકેટ કોપ તેમજ ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા સમગ્ર બનાવમાં ત્રણ વ્યક્તિઓએ ફરીયાદીના સ્પેલન્ડર બાઈકની ઉઠાંતરી કરતા જોવા મળ્યા હતા.

ત્યાર બાદ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરતા ગણતરીના દિવસોમાં જ ચોરી થયેલી બાઈકની સાથે ત્રણ આરોપીઓને ભૂપેન્દરસીંગ ઉફે પિંન્ડા સુખવંતસીંગ પ્રીતસીંગ ગીલ,હરપ્રીતસિંગ સરુીન્દરસીંગ મજબી અને રાજવિંદરઅલી કશ્મીરઅલી નબીબક્ષનાઓ ઝડપાઈ ગયા હતા.સી ડિવિઝન પોલીસે ત્રણેયના કોરોના રિપોર્ટ કઢાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...