તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાજ્યના ચાર મહાનગરો સહિત આદિવાસી વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી સીકલીગર ગેંગના 3 સાગરિતો ઝડપાયા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ સહિત ચાર મહાનગરોમાં આરોપીઓએ 85 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો

મીની લોકડાઉન અને રાત્રી કરફ્યુ દરમિયાન ભરૂચમાં વધતા ઘરફોડ ચોરીના ગુનાઓમાં LCB એ વિશ્વાસ CCTV પ્રોજેકટ, પોકેટ કોપ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સિકલીગર ટોળકીના 3 રીઢા આરોપીઓને પકડી પાડ્યા છે.

ભરૂચના લીંક રોડ ઉપર આવેલી પારિજાતક સોસાયટી ખાતે એક બંધ મકાનના નકુચા તોડી 3.36 લાખના સોનાના દાગીની ચોરીની ફરિયાદ 7 મે ના રોજ નોંધાઇ હતી. LCB ટીમ દ્વારા સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ Video Integration & State wide Advance Security ( VISWAS ) ના ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ એડવાન્સ CCTV કેમેરાના ફુટેજ તેમજ પોકેટ કોપ મોબાઇલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ હાથ ધરી હતી.

મળેલી હકીકત આધારે આ ચોરીના ગુનાને અંજામ આપનાર સીકલીગર ગેંગના 3 રીઢા આરોપીઓને રોકડા રૂપિયા તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ બાઇક સહીત ઝડપી લીધા હતા.

સિકલીગર ગેંગના જસપાલસીંગ રહે. નવીનગરી ગુરુદ્વારા પાસે અંક્લેશ્વર, લાખનસીંગ લાલસીંગ બાવરી રહે. હાલ- ન્યુ કસક ગુલબીનો ટેકરો ભરૂચ મુળ રહે- વાડજ અને જોગીન્દરસીંગ ઉર્ફ જોગી રહે . હાલ- ન્યુ કસક ગુલબીનો ટેકરો ભરૂચ મુળ રહે સત્યનારાયણ સોસાયટી રણોલી વડોદરા ઝડપાતા ભરૂચ શહેરમા પારીજાતક સોસાયટી, આનંદનગર અને ચાવજમાં ચોરીની કબૂલાત કરી હતી. PSI એ.એસ.ચૌહાણ, વાય.જી.ગઢવી સહિતની ટીમે ત્રણેય આરોપી પાસેથી રોકડા 50000, બાઇક અને 3 મોબાઈલ કબ્જે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...