છેતરપિંડી:KYC અપડેટના બહાને ભરૂચના શખ્સ સાથે 3 લાખની ઓનલાઇન છેતરપિંડી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ પર આવેલાં મેસેજની શખ્સે લિંક ઓપન કરતા ઠગાયાં

ભરૂચના એક નિવૃત્તના મોબાઇલ પર કેવાયસી-પાનકાર્ડ અપડેટ માટેનો મેસેજ આવ્યો હતો. જે મેસેજમાંની લીંક ઓપન કરી તેમણે તેમના ખાતાની વિગતો ભરતાં તેમના એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા ઉડી ગયાં હતાં. ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં રામવાટિકા ફ્લેટ ખાતે રહેતાં અને નિવૃત્ત જિવન ગુજારતાં અરવિંદ દ્વારકાપ્રસાદ ગુપ્તાના મોબાઇલ પર ગત 10મી જૂનના રોજ એક મેસેજ આવ્યો હતો. જેમાં તેમના બેન્ક એકાઉન્ટનું કેવાયસી તેમજ પાનકાર્ડ અપડેટ કરવા માટે જણાવાયું હતું.

જેના પગલે તેમને ડર લાગ્યો હતો કે, તેમના બેન્ક એકાઉન્ટ સાથે પાનકાર્ડ અપડેટ નહીં થાય તો તેમનું એકાઉન્ટ બ્લોક થઇ જશે. જેથી તેમણે મેસેજમાં આવેલી લીંક પર ક્લિક કરતાં તેમાં એક ફોર્મ ખુલ્યું હતું. જેમાં તેમણે તમામ વિગતો બરી હતી. જેમાં તેમના ઓનલાઇન પેમેન્ટ માટેનું યુઝર આઇડી તેમજ પાસવર્ડ માંગતાં તેમણે તે પણ તે વિગત પણ સબમીટ કરતાં તેમના મોબાઇલ પર ઓટીપી આવ્યો હતો.

જે તેમણે એક કોલમમાં તે ઓટીપી નાખતાં થોડીવારમાં જ તેમના બેન્કના ખાતામાંથી 3 લાખ રૂપિયા આઇસીઆઇસીઆઇ બેન્કના એક ખાતામાં ટ્રાન્સ્ફર થયાં હોવાનો તેમજ તેમના ખાતામાંથી 3 લાખ રપિયા કપાઇ ગયાં હોવાનો મેસેજ આવ્યો હતો. જેના પગલે તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તુરંત તેમનું એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું. ઉપરાંત ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...