આણંદ જિલ્લાની આંકલાવ પોલીસ ગંભીરા ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતી. દરમિયાનમાં ટીમે એક સફેદ કલરની ઝાયલો કારને રોકી તલાશી લેતાં તેમાં વાદળી કલરના પાવડરની 10 ગુણ મળી આવી હતી. કારના ડ્રાઇવર તેમજ તેમાં બેસેલાં અન્ય બે શખ્સોની પુછપરછ કરતાં તેમના નામ વાસદેવ ઉર્ફે પ્રકાશ રૂપસંગ રાઠોડ તેમજ રણજીત રાજુ રાઠોડ (બન્ને રહે, કહાનવા, મઢીવગો, જંબુસર) તથા અશોક ગણપત પઢિયાર (રહે. ગંભીરા, તા. આકલાવ) હોવાનું માલુમ પડ્યું હતું.
ટીમે ઉલટ પુછપરછ કરતાં તેમણે કબુલાત કરી હતી કે, તેઓએ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વડુ ગામની દુધવાળા ઇન્ડસ્ટ્રીઅલ એરિયાની અસાઇ સોગવન કલર લિમી. કંપનીના પાછળના ભાગેથી પાવડરની ચોરી કરી હતી. ટીમે તેમની પાસેથી કુલ 40 હજારની મત્તાનો 200 કિલો પાવડર, કાર, 3 મોબાઇલ મળી કુલ 1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.