તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:ભરૂચમાં કોરોનાની સારવાર દરમિયાન 3 વૃદ્ધોના મોત, નવા 25 પોઝિટિવ કેસ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ 12,અંકલેશ્વર 8,વાલિયા 1,ઝઘડિયા 1, આમોદ 2 અને વાગરા 1 કેસ નોંધાયાં
  • સિવિલમાં શંકાસ્પદ 1051 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા,1061 લોકોને રજા અપાઇ

જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓ દિવસેને દિવસે વધી રહ્યો છે. જિલ્લામાં રોજના 15 થી 25 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યાં છે.જેના કારણે આરોગ્ય તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લામાં બુધવારે 25 નવા કેસો નોંધાતા જિલ્લાનો આંક 1841 ઉપર પહોંચ્યો છે.જેમાં ભરૂચમાં 12,અંકલેશ્વરમાં 8,વાલિયામાં 1,ઝઘડિયામાં 1, આમોદમાં 2 અને વાગરામાં 1 પોઝિટિવ કેસો નોંધાયા છે.

જિલ્લામાં કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીઓના - 1051 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 1601 વ્યક્તિઓને સાજા થતા રજા આપવામાં આવી છે. જયારે જિલ્લાના 212 વ્યક્તિઓ હાલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં બુધવારે કોરોનાની સારવાર દરમિયાન 3 દર્દીનું મોત નીપજ્યું હતા. જેમાં ભરૂચના ભોલાવ ખાતે આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતાં 85 વર્ષીય વૃદ્ધનું કોરોના શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. જયારે ધોળીકૂઈ બજારમાં રહેતા 86 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પટેલ વેલ્ફર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જયારે ઉમલ્લાના રહેવાસી 83 વર્ષીય વૃધ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો