તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:ભરૂચના અલગ અલગ વિસ્તારોમાંથી 3 ધામણ અને 10 પાટલા ઘોને બચાવવામાં આવી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝેરી પણ હોઈ છે અને બીનઝેરી પણ હોઈ છે.

ચોમાસાની સીઝનમાં સરીસૃપ જીવો બહાર નીકળી આવતા હોય છે,જેમાં ઝેરી પણ હોઈ છે અને બીનઝેરી પણ હોઈ છે. તારીખ 4 જુલાઈને રવિવારના રોજ એક જ દિવસમાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ 5 ફૂટની 3 ધામણ સાપ અને 3 ફૂટની 1 મોટી પાટલા ઘો અને 9 નાની પાટલા ઘોને રેસ્ક્યુ કરવામાં આવી હતી.

નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના રમેશ દવે, યોગેશ મિસ્ત્રી, જયેશ કનોજીયા,તેમજ સુરપાલ સિંહે શહેરની મધુરમ સો. માંથી 3 ફૂટ 5 કિલો વજન ધરાવતી પાટલા ઘો તેમજ શ્રીજી કૃપા સો., અયોધ્યા નગર મનીષાનંદ સો. માંથી 9 જેટલી નાની પાટલા ઘો. તેમજ નારાયણ સૃષ્ટિ અને નારાયણ નગર માંથી 5 ફૂટ લંબાઈ ધરાવતી 3 ધામણને રેસ્ક્યુ કરી હતી. રેસ્ક્યુ કરાયેલ સરીસૃપ જીવોને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...