તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મારી પત્ની સાથે સંબંધ કેમ રાખે છે કહેતાં યુવાન પર 3નો હૂમલો

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામનો બનાવ

હાંસોટ તાલુકામાં આવેલાં સુણેવકલ્લા ગામે રહેતાં એક શખ્સને તેની પત્ની સાથે ગામનો યુવાન આડો સંબંધ રાખતો હોવાની શંકાએ તેને ઠપકો આપવા ગયો હતો. દરમિયાનમાં યુવાન અને તેના માતા-પિતાએ એકસંપ થઇ તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામે રહેતાં અક્ષય વિજય પટેલ નોકરીએથી તેની પત્નીને ફોન કરે ત્યારે સતત વ્યસ્ત આવતો હોઇ તેણે તેની પત્નીને પુછતાં તે તેની મિત્ર સાથે વાત કરતી હોવાનું જણાવ્યું હતું. જોકે, અક્ષયે અગાઉ તેની પત્નીને ગામમાં જ રહેતાં અલ્પેશ ઉમેદ પટેલ સાથે વાતચિત કરતી જોઇ હોઇ તેને તેમની વચ્ચે સંબંધ હોવાની શંકા જતાં અક્ષયે અલ્પેશના ઘરે જઇ તું મારી પત્ની સાથે કેમ આડા સંબંધ રાખે છે. હું તારી પત્ની સાથે આડા સંબંધ રાખું તો તને કેવું લાગે તેમ કહેતાં અલ્પેશે તેની સાથે ઝઘડો કર્યો હતો.

અરસામાં અલ્પેશના પિતા ઉમેદ બાલુ પટેલ તેમજ માતા લલીતાબેન આવી જતાં તેઓએ ત્રણેયે મળી અક્ષયને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંક્લેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...