તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબેલામાં તસ્કરો ત્રટક્યા:વાલિયા તાલુકાના તબેલામાંથી તસ્કરો 3 પશુઓને ચોરી ગયા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

વાલિયા23 દિવસ પહેલા
 • 2 અજાણ્યા શખ્સોએ ગામના તબેલામાંથી પશુઓની ચોરી કરી
 • પોલીસે CCTV કેમેરાના ફૂટેજો મેળવીને આગળ તપાસ હાથ ધરી

વાલિયા તાલુકામાં તસ્કરોએ 3 પશુઓની ચોરી કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઇકાલે રાત્રે 2 અજાણ્યા શખ્સોએ ગામના તબેલામાંથી 3 પશુઓની ચારી કરી હતી. પશુઓની ચોરી થયાની જાણ થતાં તબેલાના માલિકે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પશુઓની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફેનસિંગને તોડીને તસ્કરોએ ચોરી કરીઅંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં રહેતા ઉદય પટેલ અને રોનક દ્વારા વાલિયા તાલુકાના કોંઢ ભીલવાડા ગામ નજીક તબેલો બનાવવામાં આવ્યો છે. જે તબેલામાં 10થી વધુ ભેંસો અને ગાયો છે. ગઇકાલે મોડી રાતે પશુ ચોરોએ આ તબેલાને નિશાનો બનાવ્યું હતું. તસ્કરોએ તબેલાની ફરતે બનાવેલા ફેનસિંગને તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ 3 ભેંસોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

CCTV ફૂટેજને આધારે પોલીસે તપાસ આદરીઆ ઘટનાની જાણ થતા તબેલાના માલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચોરી અંગે વાલિયા પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસનો કાફલો ગણતરીના સમયમાં બનાવની જગ્યાએ પહોંચી ગયો હતો અને ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે તબેલામાં લગાવવામાં આવેલા સીસીટીવી ચકાસ્યા હતા. જેમાં 2 જેટલા તસ્કરો ભેંસોને તબેલામાંથી છોડીને લઈ જતા નજરે પડી રહ્યા છે. પોલીસે આ CCTV કેમેરાના ફૂટેજો મેળવીને આગળ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો