બસના પૈડા થંભી જેશે?:ભરૂચમાં ST વિભાગના 2800 કર્મચારીઓ રાત્રે 12 કલાકથી ST પરિવહન સેવા પર બ્રેક મારવા સજ્જ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મહિનાથી ચાલતા આંદોલનનો કોઈ ઉકેલ નહિ આવતા સામી દિવાળીએ જ ચક્કજામનો ઘંટનાદ
  • STનું ખાનગીકરણ સહિત 20 મુદ્દાઓને લઇ દેખાવો અને તબક્કાવાર આંદોલન કરવામાં આવી રહ્યા છે

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ સાથે ભરૂચમાં પણ STના 2800 કર્મચારીઓ પોતાની પડતર પશ્નોને લઈ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. પગાર, બોનસ, એરિયર્સ, ઓવરટાઈમ, અન્ય એલાઉન્સ સહિતની પડતર 20 માંગો અને ખાનગીકરણ મુદ્દે રાજ્ય સરકાર સામે છેલ્લા 1 મહિનાથી ST કર્મચારી વિવિધ કાર્યક્રમો આપી આંદોલન કરી રહ્યાં છે. અનેક વિરોધ કાર્યક્રમો, રજૂઆત અને મંત્રણા બાદ પણ સરકાર નહિ માનતા હવે માસ CLનું શસ્ત્ર ઉઠાવવા જઈ રહ્યાં છે. ભરૂચ વિભાગીય કચેરી ખાતે બુધવારે બપોરે 12 વાગે ઘંટનાદ કરી રાત્રે 12 કલાકથી બસના પૈડાં રોકી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ STના કર્મચારીઓ પણ રાજ્યવ્યાપી આંદોલન મુજબ ખાનગીકરણ અને પડતર પ્રશ્નોને લઈ 16 સપ્ટેમ્બરથી આંદોલન છેડી રહ્યાં છે. રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટના માન્ય 3 કામદાર યુનિયનની સંકલન સમિતિએના નેજા હેઠળ 1 મહિનાથી STનું ખાનગીકરણ સહિત 20 મુદ્દાઓને લઇ દેખાવો અને તબક્કાવાર આંદોલન કરવામાં આવી રહ્યું છે.

ભરૂચના એસટી વિભાગના એસટી મઝદુર સંઘના પ્રમુખ નવનીત પરમાર, સંજય મહિલેએ જણાવ્યું હતું કે, નિગમ અને સરકારે નિવેડો નહિ લાવતા રાજ્યના 18 ડિવિઝનના તમામ 40,000 કર્મચારીઓ આજે બુધવારે મધરાતથી આંદોલન ઉપર ઉતરશે. સુત્રોચ્ચારો કરી કાળીપટ્ટી ધારણ કરી વિરોધ, કલેકટરને રાજ્ય વ્યાપી આવેદન, ઘંટનાદ જેવા અનેક કાર્યક્રમો આપ્યાં હોવા છતાં કામદારોના હિતમાં નિર્ણય લેવાયો નથી. જેથી બુધવારે સાંજે 6 કલાકથી રાજ્ય વ્યાપી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી જેશે અને બસને ડેપો વિભાગીય કચેરીમાં જમા કરાવી દેશે. ST કર્મચારીઓ માસ CL ઉપર ઉતરતા જિલ્લાની 280 મળી રાજ્યમાં 8500 બસોના પૈડા થંભી જશે.

અન્ય સમાચારો પણ છે...