તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યારે મળશે મધ્યાહ્ન ભોજન?:ભરૂચ જિલ્લાની 600થી વધુ પ્રાથમિક શાળાના 25 હજાર વિદ્યાર્થીઓ મધ્યાહ્ન ભોજનથી વંચિત, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભૂખ્યાં રહ્યાં

ભરૂચ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાળાઓ શરૂ થયાને ચાર દિવસ વીતી ગયા, છતાં વિદ્યાર્થીઓ ટીફિન લાવવા મજબૂર

કોરોનાનું સંક્રમણ ઘટા જ શિક્ષણ વિભાગે કોલેજો બાદ પ્રાથમકિ શાળાઓ પણ શરૂ કરી દીધી છે. ભરૂચ જિલ્લા પંચાયત નિયંત્રણની ધોરણ 6થી8ની 598 પ્રાથમિક શાળાઓ અને નગરપાલિકાઓની પ્રા.શાળાઓ સહિત 600થી વધુ શાળાઓના 25 હજારથી વધારે વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનથી વંચિત છે.

ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભૂખ્યા રહ્યાં
શિક્ષણ વિભાગે પ્રા.શાળાઓ શરૂ કરી દીધી પરંતુ મધ્યાન ભોજન યોજન શરૂ કરવાના રાજ્યસરકારના ફરમાન વિના વિદ્યાર્થીઓ બપોરે પોતાનું ટિફીન લાવવા મજબૂર બન્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ આખો દિવસ ભૂખ્યા જ રહેવાનો વારો આવ્યો છે. 18 ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી8ના વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ સ્ટડી શરૂ કરી પરંતુ તે સિવાયની અન્ય વ્યવસ્થાઓ કરવામાં સરકાર ભૂલી ગઇ.

ઓર્ડર થયા બાદ મધ્યાહન ભોજન શરૂ થશે
ભરૂચ જિલ્લાના મિડ ડે મીલના અધિકારી પ્રિતી શાહે જણાવ્યુ હતુ કે, હાલ મિડ ડે મીલ શાળાઓમાં શરૂ કરવા માટે રાજ્યકક્ષાએથી પરીપત્ર થયો નથી. ઉપરથી ઓર્ડર આવ્યા બાદ મધ્યાહન ભોજન યોજના શરૂ થશે.

MDM શરૂ થતા જ વિદ્યાર્થીઓની સંખ્યા 71 ટકાથી વધી શકે છે
રાજ્ય સરકારે મધ્યાહન ભોજન શરૂ કરવાનો એક હેતુ એ પણ હતો કે, વિદ્યાર્થીઓને એક ટંકનું ભોજન મળી રહે તે સમજી ને પણ વાલીઓ તેમના બાળકોને શાળાએ મોકલે છે. પરંતુ હાલ વિદ્યાર્થીઓને મિડ ડે મીલ ન મળતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે. જોકે મિડ ડે મીલ ફરી શરૂ થશે તો છાત્રોની સંખ્યામાં વધારો થવો નિશ્ચિત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો