ભરૂચ જિલ્લાભરમાં રવિવારનાં રોજ કોવિડ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત ભરૂચ જીલ્લામાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, 12 થી 14 વર્ષના, 15થી 17 વર્ષના, 18થી 44 વર્ષના, 45થી 59 વર્ષના અને 60 વર્ષથી વધુ વયજુથના તેમજ 18 થી ઉપરના વયજુથના લાભાર્થીઓ માટે કોવિડ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કોવિડ વેક્સિનેશન મેગા કેમ્પ દરમ્યાન હેલ્થ કેર વર્કર્સ પ્રથમ ડૉઝ-1 બીજો ડોઝ-11 પ્રિકોશન ડોઝ-125 કુલ-137, ફ્રન્ટ લાઈન વર્કર્સ પ્રથમ ડૉઝ-0 બીજો ડોઝ-13 પ્રિકોશન ડોઝ- 628 કુલ-641, 12થી 14 વર્ષના પ્રથમ ડૉઝ-893 બીજો ડોઝ-3469 કુલ-4362, 15થી 17 વર્ષના પ્રથમ ડૉઝ-1821 બીજો ડોઝ-1705 કુલ-3526, 18થી 44વર્ષના પ્રથમ ડૉઝ- 1121 બીજો ડોઝ-8691 પ્રિકોશન ડોઝ-18 કુલ- 9830, 45 થી 59 વર્ષના પ્રથમ ડૉઝ-48 બીજો ડોઝ- 1918 પ્રિકોશન ડોઝ-8 કુલ-1974 અને 60 વર્ષથી વધુ વયજુથના પ્રથમ ડૉઝ-45 બીજો ડોઝ- 980 પ્રિકોશન ડોઝ-1743 કુલ-2768 તેમજ 18 થી ઉપરના લાભાર્થીઓને પ્રથમ ડૉઝ-1215 બીજો ડોઝ-11613 પ્રિકોશન ડોઝ-2522 કુલ-15350 ડોઝ આપવામાં આવ્યો હતો. આમ કુલ 23238 લાભાર્થીઓએ કોવિડ રસીનો લાભ લીધો હતો તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.