કાર્યવાહી:પોલીસના સ્વાંગમાં 2.30 લાખનો તોડ કરનારા બે ઝડપાયા, 2 વોન્ટેડ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટેમ્પોમાં દારૂની હેરાફેરીની ધમકી આપી રૂપિયા માંગ્યા હતાં

અંક્લેશ્વરના માંડવા ગામેથી ટેમ્પોમાં શાકભાજી ભરી દહેજ વેપાર કરતાં એક શખ્સને દહેજ રોડ પર ભુવા ચોકડી પાસે એક શખ્સે પોલીસ તરીકેની ઓળખ આપી તેમનો ટેમ્પો રોકાવ્યો હતો. જે બાદ અન્ય ત્રણ સાગરિતોએ ત્યાં પહોંચી તે દેશીદારૂની હેરાફેરી કરતો હોવાનુ જણાવી તેની પાસેથી 10 લાખ રુપિયાની માંગણી કરી હતી.અંક્લેશ્વરના માંડવા ગામે રહેતો રાજેશ રમેશ વસાવા દર રવિવારે તેના ગામથી ટેમ્પોમાં શાકભાજી લઇ દહેજ વેચવા જાય છે. દરમિયાનમાં ગ ત 26મી જૂનના રોજ તે તેનો ટેમ્પો લઇને દહેજ શાકભાજી લઇ જઇ રહ્યો હતો.

તેવેળાં ભુવા ચોકડી પાસે એક શખ્સે તેનો ટેમ્પો અટકાવ્યો હતો. તેણે પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે આપી તેણે રાજેશને સાઇડમાં કરી ટેમ્પો જાતે ચલાવી આમદડા ગામના બસ સ્ટેન્ડ પાસે લઇ ગયો હતો. જ્યાંથી તેણે ફોન પર વાત કરી હતી કે, સાહેબ ગાડી મે લઇ લીધી છે તમે આવી જાઓ. દરમિયાનમાં એક અલટો કારમાં ત્રણ શખ્સોએ આવી તું ટેમ્પોમાં દારૂની પોટલીઓ લઇ જાય છે જેથી એસપી કચેરીમાં 10 લાખ રૂપિયા ભરવા પડશે તેમ કહ્યું હતું. જોકે, બાદમાં ભારે રકઝક બાદ તેમણે 2.50 લાખમાં સમાધાન કર્યું હતું. જેના પગલે રાજેશે ટુકડે ટુકડે તેમને 2.20 લાખ રૂપિયા આપ્યાં હતાં.

જે પૈકીના 30 હજાર રૂપિયા બાકી હોઇ તેના માટે ઉઘરાણી કરી હતી. જે અરસામાં એક શખ્સનું નામ રિઝવાન જ્યારે અન્ય એકનું નામ ઝાકીર હોવાનું માલુમ પડ્યું હતું. બીજી તરફ સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં પોલીસ તરીકે ઓળખ આપનાર પૈકીના એક શખ્સની ઓળખ થતાં તેનું નામ નિખિલ શાહ અને તે યુવા કોંગ્રેસનો આગેવાન હોવાનું તેમજ તેઓ પોલીસકર્મીઓ ન હોવાનું માલુમ પડતાં આખરે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...