તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભરૂચમાં કોરોનાના નવા 23 કેસ, 7 દર્દીના મોત

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલિયામાં સૌથી વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયાં

ભરૂચ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા માત્ર 23 જ કેસ નોંધાવા સાથે જિલ્લાનો કુલઆંક 10540 પર પહોંચ્યો હતો. જોકે, તે પૈકી સૌથી વધુ 6 કેસ વાલિયામાં નોધાયાં હતાં. અત્યારસુધીમાં 10111 લોકોને રજા આપવામાં આવતાં જિલ્લામાં હાલ 313 એક્ટિવ કેસ છે. કોવિડ સ્મશાન ખાતે 7 લોકોના અંતિમ સસ્કાર કરવામાં આવ્યાં હતાં.

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ ઘટી રહ્યું છે. જિલ્લામાં આજે સોમવારે પણ માત્ર 23 જ નવા કેસ નોંધાયાં હતાં. જેમાં વાલિયામાં 6, ભરૂચમાં 5, અંક્લેશ્વર,ઝઘડિયા અને વાગરામાં 3-3, નેત્રંગમાં 2 તેમજ જંબુસર અને હાંસોટમાં 1-1 કેસ મળી જિલ્લાનો કુલઆંક 10540 પર પહોંચ્યો હતો.

સોમવારે જિલ્લામાં 49 લોકોએ કોરોનાને મ્હાત આપતાં અત્યાર સુધીમાં 10111 લોકો સાજા થયાં છે. જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમં 128, કોવિડ કેર સેન્ટરમાં 6, કોવિડ હેલ્થ સેન્ટરમાં 42 તેમજ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં 137 લોકો મળી કુલ 313 લોકો સારવાર લઇ રહ્યાં છે. કોવિડ સમશાન ખાતે સોમવાર 7 કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. જ્યારે એક દર્દીનો ડેથ ઓડિટ રિપોર્ટ આવતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 116 થયો હતો.

અન્ય સમાચારો પણ છે...