તસ્કરી:ઝનોર ગામે બંધ મકાનમાં 2.25 લાખની ઘરફોડ ચોરી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘટના બાદ બે તસ્કરો બાઇક પર જતા સીસીટીવીમાં દેખાયા

ભરૂચ તાલુકાના ઝનોર ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમના ઘરમાંથી સોના-ચાંદીના કુલ 2.25 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. પાડોશીના સીસીટીવી કેમેરામાં બાઇક પર આવેલાં બે તસ્કરોએ કારસો રચ્યો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ તાલુકાના ઝનોર ગામે હનુમાન ફળીયામાં રહેતાં સતિષ નરસી માછીની પુત્રીના લગ્ન રણાપોર ગામે થયાં હતાં. તે તેના પતિ સાથે ઝનોર ગામે જ તેના પિતાના ઘરની સામે રહેતી હતી

દરમિયાનમાં તેેમનો પુત્ર બિમાર હોઇ તે તેના પતિ અને સંતાન સાથે તેના પિતાના ઘરે રહેવા ગઇ હતી. રાત્રે પોણા ત્રણવાગ્યે સતિષ માછી તેમજ તેના જમાઇ અજીત સુખા માછી ફુલ લઇ ભરૂચ આપવામાં માટે નિકળ્યાં હતાં. જે બાદ સવારે છ વાગ્યાના અરસામાં તેની પુત્રી મેઘના પોતાના ઘરે સાફસફાઇ માટે જતાં ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તેમજ તાળું તુટેલું જણાયું હતું.

ઉપરાંત ઘરમાં પ્રવેશતાં તસ્કરોએે ઘરમાં તિજોરીનો સામાન વેરવિખેર કરી સોના-ચાંદીના કુલ 2.25 લાખના દાગીના ચોરી કરી ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે આસપાસમાં તપાસ કરતાં નજીકમાં રહેતાં દિનેશ મોહન માછીના ઘરના સીસીટીવી ફૂટેજમાં સવારે પોણાપાંચ વાગ્યાના અરસામાં બાઇક પર બે તસ્કરોએ આવી તેમના ઘરમાં ચોરી કરી બાઇક પર ફરાર થઇ ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...