કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા, કુલ આંક 335

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભરૂચ પંથકમાં જ બુધવારે 14 કેસ નોંધાયાં

ભરૂચ શહેર જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 21 કેસ નોંધાયાં હતાં. જેના પગલે કોરોનાનો જિલ્લાનો કુલઆંક 335 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 277 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 58 એક્ટિવ કેસ છે. જેમાં પણ 51 લોકો હોમ આઇસોલેટ છે. જ્યારે 7 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ વરસાદી માહોલ તેમજ બીજી તરફ લોકો દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું કોઇ પણ પ્રકારનું પાલન કરવામાં આવતું ન હોવાથી કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે.

બુધવારે જિલ્લામાં કોરોનાના નવા 21 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરુચમાં ગ્રામ્ય વિસ્તારમાં 9 તેમજ શહેરી વિસ્તારમાં 5 મળી કુલ 14 કેસ નોંધાયાં હતાં. જ્યારે અંક્લેશ્વરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 1-1 મળી બે કેસ તેમજ જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ, ઝઘડિયા તાલુકામાં 2 કેસ તથા હાંસોટમાં 1 કેસ નોંધાયો હતો.

નવા 21 કેસ સાથે જિલ્લાનો કુલઆંક 335 પર પહોંચી ગયો છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 277 લોકોએ કોરોના મહામારીને મ્હાત આપી છે. જ્યારે હાલમાં 58 એેક્ટિવ કેસ છે. જે પૈકીના 51 દર્દીઓ પોતાના ઘરે કે પછી હોટલમાં હોમઆઇસોલેટ છે. જ્યારે 7 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...