વતન વાપસી:નર્મદા જિલ્લામાંથી પ.બંગાળના 201 શ્રમિકો વતનમાં જવા રવાના

રાજપીપલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળાથી બસમાં વડોદરા રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા
  • લોકડાઉનમાં અટવાયેલા શ્રમિકોએ તંત્રની કામગીરીને બિરદાવી

નર્મદા જિલ્લાના 5 તાલુકાઓમાં ભારત માંથી આવેલા પર પ્રાંતિઓ ને આજે વહીવટી તંત્ર દ્વારા તેમનું મેડિકલ ટેસ્ટ કરાવીને 5 જેટલી બસો દ્વારા વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યાંથી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ રવાના કર્યા. છેલ્લા 2 મહિનાથી અટવાયેલા પર પ્રાંતિઓ 201 જેટલા લોકોને વતનમાં મોકલાયા દેવળીયા ખાતે આવેલા બચ્ચો કા ઘર મુસ્લિમ મદરેશા ના કેટલાક નાના મોટા બાળકો નો પણ સમાવેશ થાય છે. જેમને રાજપીપલા.એસ.ટી ડેપો પરથી મામલતદાર નાંદોદ. ડી.કે પરમાર, ના.મામલતદાર વીરલ વસાવા, ગરુડેશ્વર ના મેહુલ વસાવા સહિત ના અધિકારીઓની ટીમે રવાના કર્યા હતા.

શ્રમિકોની 4 બસો વડોદરા જવા ઉપડી
નર્મદામાંથી 201 જેટલા શ્રમિકો જે વિવિધ કામોમાં રોકાયેલા હતા. લોકડાઉનને કારણે અટવાતા તેમને રાજપીપલાથી 4 બસોમાં સોસિયલ ડિસ્ટન્સ રાખીને વડોદરા મોકલાયા છે. જ્યાંથી પશ્ચિમ બંગાળની સ્પેશિયલ ટ્રેન રવાના થશે. જેમાં બેસીને લોકો પોતાના વતનમાં જશે. > ડી.કે.પરમાર, મામલતદાર, નાંદોદ

અન્ય સમાચારો પણ છે...