તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છડી ઉત્સવ:ભરૂચના ભોઈવાડ અને વેજલપુરમાં મેઘઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની 200 વર્ષથી જૂની પરંપરા

ભરૂચએક મહિનો પહેલા
  • અંદાજે 25થી 30 ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા ઝૂલાવવામાં આવે છે
  • જાદવ સમાજ અને ખારવા સમાજ દ્વારા છડી ઝુલાવવામાં આવી

સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં જ મેઘઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની અનોખી પરંપરા છે. ભરૂચના ભોઇ વાડ તથા વેજલપુર વિસ્તારમાં જાદવ સમાજ અને ખારવા સમાજ દ્વારા પરંપરાગત છડી ઝુલાવવામાં આવી હતી.

ભરૂચના ભોઈવાડ અને વેજલપુર વિસ્તારમાં છેલ્લા 200 વર્ષથી પરંપરાગત રીતે છડી ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ભોઈ સમાજના યુવાનો દ્વારા છડી ઝુલાવવામાં આવી હતી. છડી ઉત્સવ પાછળની કથા પર નજર કરીએ તો ઘોઘારાવ પોતાની માતા અને રાણીનાં અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ સાતમથી દશમ ચાર દિવસ સુધી સૃષ્ટિ પર આવે છે અને આ દિવસોમાં ઉત્સવ ઉજવવામાં આવે છે.

છડીએ દેવી પુરુષનું પ્રતિક અને તેની માતા બાછળનું રૂપ છે. છડીને ફરતે લાલ કસુંબો કે રેશમી લાલ કાપડ લગાડવામાં આવે છે અને ખેસ બાંધવામાં આવે છે. છડીને આઠમના દિવસે ઝૂલવવામાં આવે છે. જ્યારે વદ નોમને દિવસે ધામધૂમપૂર્વક કાઢી અધ્ધર ઉચકીને ભોઈવળથી ઘોડીકૂઈ બજાર લઇ જવામાં આવશે અને ત્યાં રાત્રી વિશ્રામ કર્યા બાદ દશમના દિવસે પુનઃ ભોઈવાડમાં લાવી બે છડી ને ભેટાવી મેઘરાજાની સવારી કાઢવામાં આવે છે.

ભોઈ સમાજના નાના બાળકો એ ઘોઘારાવના મંદિરની બહાર પોતાની પીઠ પર સાંકળ દ્વારા સેવા લેવાની પરંપરા છે જે બાદ જ તેઓ યુવા અવસ્થામાં છડીને ઝુલાવી શકે છે. અંદાજે 25થી 30 ફૂટ ઊંચી છડીને સેવકો દ્વારા અલોકિક રીતે ઝૂલાવવામાં આવે છે. આજરોજ આઠમના દિવસે છડીને ઝુલાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને મેળાને મંજુરી આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...